________________
( ૮૯ ) આજ તેઓની અજ્ઞાનતાને જવાબ હું હારા પહેલાંના લેખમાં અને આ લેખમાં પણ આપી ગયો છું કે:-“દરેક તીર્થકરે એક દેવદુષ્ય વસ્ત્ર સાથે ચારિત્ર અંગીકાર કરે છે અને કલ્પસૂત્રમાં વણિત મહાવીરદેવે એક વર્ષ ઉપરાન્ત દેવદુષ્યવસ્ત્ર રાખ્યું હતું. અને હાર બાદની સ્થિતિ લેવા જતા હે તે, તે અનુચિત છે, કેમકે તીર્થકરે તે કલ્પાતીત છે, તેઓનું ઉદાહરણ આપણાથી લઈ શકાય નહિં. એવું કોણ નથી જાણતું કે મહાવીર દેવને અતિશય એ હતો કે તેઓને નગ્નાવસ્થામાં કઈ દેખી જ શકતું નહતું ? દિગમ્બર ભાઈઓ નગ્ન રહેવામાં મહાવીર દેવનું અનુકરણ કરે છે, તે પછી તેઓના બીજા આચાર-વિચારમાં શામાટે અનુકરણ કરતા નથી ? હું દાવા સાથે એ વાત જાહેર કરૂં છું કે–ચદિ પાંગલે મહાશય દીક્ષા લે, દેવદુષ્ય વસ્ત્ર તેઓને દેવતા અર્પણ કરે, હાર બાદ તેઓ વસ્ત્રને ત્યાગ કરીને વિચરે અને લેકે જે તેઓને માના પેટમાંથી નિકળ્યા, તેવા ન દેખે તે વિદ્યાવિજય અહારે દિગમ્બર મત સ્વીકાર કરવાને તૈયાર છે. શું પગલે મહાશય, હજુ સુધી પણ એ વાતથી અજ્ઞાત છે કે-જીની હદ-હદમાં અથવા બીજા શબ્દોમાં કહું તે પુણ્ય પ્રકૃતિમાં એક બીજાથી ઘણું જ અંતર રહેલું હોય છે ? ” યદિ તેઓ આ વાતથી અજ્ઞાતજ હોય, તે ખરેખર સખેદ આશ્ચર્યની વાત છે.
એક સ્થળે મિ. પાંગલે કહે છે:–“ દુષ્કાળના વખતમાં જેઓ નગ્ન ન રહી શક્યા, તેઓએ વસ્ત્ર પહેરવાં શરૂ કર્યો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com