________________
( ૭ ) છે કે-“ધરસેનમુનિના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલીએ તે ગ્રંથ રૂપે લખ્યું ” તેઓએ પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું છે, હેમાં શું પ્રમાણ? કેમકે હેમણે પિતાના ગ્રન્થમાં એવા કંઈ જૂના ફકરા આપ્યા નથી કે જહેથી આપણે તેમ માનવાનું સાહસ કરી શકીએ.
આગળ ચાલતાં, પાછે તેજ પિતાને ચરખે મિ. પાંગલે મહાશયે શરૂ કર્યો છે. તેઓ લખે છે કે –
દિગમ્બરેએ શ્વેતામ્બર પ્રમાણે દુષ્કાળમાં સભા ભરી શાસ્ત્ર બનાવ્યાં નથી અથવા હેમાં કંઈ વધારે ઘટાડે કર્યો નથી. પુષ્પદંત અને ભૂતબલીએ લખેલા દિગમ્બર આમ્નાયના જૈન ગ્રન્થને લેખન કાળ ઈ. સ. ૧૩૯ અને વિ. સ. ૧૯૫ છે. ગોતમ ગણધર પછી કઈ પણ કેવલી શ્રુતકેવલીએ નવીન શાસ્ત્ર રચાં નથી. મહાવીરના વખતથી જે જ્ઞાની પરંપરાથી લુપ્ત પ્રાયઃ થતું આવતું, તેજ મેઢે કરવામાં આવતું અને આખરે પુષ્પદંતાચાર્ય અને ભૂતબલી આચાર્યે ઈસ. ૧૩૯ માં ગ્રન્થરૂપે દિગમ્બર સંપ્રદાયનું જ્ઞાન લખી રાખ્યું. આજ દિગમ્બરની ગ્રંથ રચનાને સમય છે.”
મિ. પાંગલેનું આ કથન પાયા વિનાના પુલ જેવું છે. શ્વેતામ્બરેએ દુષ્કાળના વખતમાં સભા ભરીને શાસ્ત્રો બનાવ્યાં નથી, પરંતુ પરંપરાથી જ જ્ઞાન ચાલ્યું આવતું, હેને સંગ્રહ કર્યો છે, અને તે વાત અનેક વખત આ લેખમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com