________________
(૪૪ ) મ્બર થતા સુધીમાં, બધી શ્રેણીઓને હેમાં સમાવેશ થાય છે. અંતિમ સાધ્ય જે નરસ્થિતિ છે, તેને જેનેએ “દિગમ્બર એવું નામ આપ્યું છે. આ પ્રમાણે તેઓ ફલિતાર્થ કાઢે છે.
હુને તે લાગે છે કે–પગલે મહાશયે પિતાની સારી બુદ્ધિને વ્યય આ ઉપરનાં બે દષ્ટાન્તમાંજ કરી દીધું છે.
પહેલાં તે મહારે બતાવવું જોઈએ કે–મિ. પાંગલે “નગ્નાવસ્થા ” ને ઉંચી પાયરી ગણી છે, એજ હેમણે સત્ય વાતને શિરછેદ કરેલે છે. એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે નગ્નાવ
સ્થા ઉંચી હદ છે? અમારૂં તે હજુ પણ કહેવું છે કે-- વિરકલ્પ” અને “જીવનકલ્પ” એવા બે કલ્પે વર્ણવેલા છે, એ બે કપમાં પણ સ્થવિરકલ્પજ મુખ્ય ગણેલે છે. જે “જીનકલપ’ જ ઉત્તમ હતા તે શામાટે ‘જીનકલ્પમાં રહેલા મુનિઓને કેવળ. જ્ઞાન ન થવું જોઈએ ? મ્હારે થતું તે નથી. એથી ચકાસ સિદ્ધ થાય છે કે જનકલ્પ અવસ્થા એટલી ઉત્તમ નથી કે, જહેટલી સ્થવિરકલ્પ અવસ્થા ઉત્તમ છે.
મિ. પાંગલે આ સ્થળે મહાવીર સ્વામિનું દષ્ટાન્ત આપે છે, પરંતુ તેઓ મહા ભૂલ કરે છે. કેમકે મહાવીર સ્વામી કલ્પાતીત હતા. કપાતી તેની સાથે સામાન્ય વ્યક્તિઓને ઘટાવવી સર્વથા અનુચિત છે. અને જે તેમજ હોય તે મહાવીર સ્વામીએ તે કઈ ગુરૂ પણ હેતા ધાર્યા, તે શું આજકાલના મુનિઓ પણ તેઓનું અનુકરણ કરવા લાગી જશે? તીર્થકરને તે હેવે અતિશયજ છે કે–તેઓ વસ્રરહિત હોવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com