________________
(૮૧) બનાવટમાં શે વિરોધ આવ્યું ? વળી “ આખા જૈન ધર્મના સિદ્ધાન્ત નથી એ તે ઠીક જ છે. કેમકે સ્વારથી અભિમાની, અવિનીત શિવભૂતિથી એક અલગજ નાગા મતે પિતાની અઢી ચાવલની ખીચડી પકાવવી શરૂ કરી, હારથી તે ગણધરાદ રચિત ગ્રન્થ તેઓ માન્ય નથી રાખતા, પરંતુ તેથી પહેલાં તે તે સિદ્ધાન્ત સમસ્ત જૈનેને માન્યજ હતા, એમાં કંઈ શકજ નથી.
ભદ્રબાહુના સંબંધમાં દિગમ્બરે ઘણી વખત ભૂલથાપ ખાઈ જાય છે-કંઈના બદલે કંઈ ભરો મારે છે, તેમાં એક કારણ છે. જહેમ પ્રસિદ્ધ ગૌતમ ત્રણ થયા છે. એક ગૌતમ બુદ્ધ (જહેને બાદ્ધ ધર્મ ચાલે છે), બીજા ગાતમસ્વામી (મહાવીર દેવના પ્રધાન શિષ્ય ) અને ત્રીજા ગૌતમ ઋષિ ( હેમણે ન્યાયશાસ્ત્રની રચના કરી ). આ ત્રણ ગતમ પ્રસિદ્ધ હેવાથી, વિશેષ અનુભવથી દૂર રહેલા લેકે, એકના બદલે બીજાને ગણી નાખે છે, હેવી જ રીતે ભદ્રબાહુના સંબન્ધમાં પણ અજ્ઞાન દિગમ્બરીએ ભૂલથાપ ખાય છે.
હારે આ પ્રસંગે એ વાતને ફટ કરી બતાવવી જોઈએ કે-દિગમ્બરે, વેતા બની ઉત્પત્તિ કલ્પિત ઉભી કરવા જતાં, પિતે જ પિતાનું પિકળ પ્રકાશ કરી ગયા છે. આતે “ને ૬ પૂત, તે મારું વનર ” જહેવું દિગમ્બરેને થયું છે, તે વાતનું હમણાં જ હું સ્પષ્ટિકરણ કરી બતાવું છું.
પ્રથમ તે દિગમ્બરે, હે બીજા ભદ્રબાહુને માને છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com