________________
( ૩૪ ) નહિ. કઈ પણ અંશમાં તેઓનો બચાવ તે ત્યારે જ થઈ શકતે કે વ્હારે હેમણે દિગમ્બર કે શ્વેતામ્બર, કોઈના પણ પક્ષમાં ન પડી તટસ્થપણે લેખ લખ્યું હતું, પરંતુ હેમાંનું તે કંઈ પણ હેમના લેખમાં દેખાતું જ નથી. ખરૂં જેવા જઈએ તે અધ પ્રેમની પરાકાષ્ટાની પણ પરાકાષ્ટાએ દિગ
મ્બર ભાઈઓ જ પહોંચેલા છે, અને તે વાત તેઓના જૂઠા આક્ષેપ, વ્યર્થ ઝઘડાઓ તથા તામ્બરે પ્રત્યેની નિંદાજ બતાવી આપે છે. વધારે દુર શા માટે જઈએ? આ ટ્રેકટર લેખકે કેવી સભ્યતાથી લખેલું છે ? તે જેવાથી સહજ અનુમાન થઈ આવે છે. ઇતિહાસ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણે કે યુક્તિ પ્રમાણથી પિતાની પ્રાચીનતા સિદ્ધ કરી આપનારને “અંધ પ્રેમની પરાકાષ્ટા કરી છે” આમ કહેવાનું સાહસ તે, અમારા દિગમ્બર ભાઈઓમાં પ્રખ્યાતિ પામેલા એડિટરાચાર્ય મિ. પાંગલે મહાશય સિવાય બીજામાં કડાંથી જ હઈ શકે ?
આગળ ચાલતાં તેઓ લખે છે કે –“એવડે માટે પ્રયત્ન કરી ડુંગર બેદી ઊંદરજ કાઢયે છે.”
હું નથી સમજી શકતો કે આ કથનથી તેઓએ પિતાની શી બહાદુરી બતાવી? લેખક મહાશયની બકુદરી કે ઉપર્યુક્ત ઉક્તિ લખવાનું ચરિતાર્થપણું તે હારેજ લેખી શકાત કે મહારા લખેલા લેખની યુક્તિઓનું ઐતિહાસિક, શાસ્ત્રીય કે યુક્તિ દ્વારા ખંડન કર્યું હતું. અતુ!
પાંગલે મહાશય આગળ ચાલતાં લખે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com