________________
નિહ્નવવાદની પ્રસ્તાવના જ પ્રધાનતાએ કર્તવ્યપણે જણાવેલો છે. બાકીના ધર્મકથાદિ ત્રણ અનુયોગો હોવા છતાં પણ ત્યાં જેટલું ચરણકરણાનુયોગનું પ્રધાનતાએ વર્ણન છે તેટલું શેષ યોગનું પ્રધાનતાએ વર્ણન કરવામાં આવ્યું નથી. માટે તેને ચરણકરણાનુયોગ કહેવાય છે.
આ કારણથી અનુયોગ (વ્યાખ્યાન) અને અનુયોગવાનું (એટલે વ્યાખ્યય એવું સૂત્ર) આમ બન્નેનો અભેદ ઉપચાર કરવાથી કાલિકશ્રુતને (અગિયાર અંગવાળા શ્રતને) ચરણકરણાનુયોગ કહેવાય છે. તથા જેમાં મહાત્મા પુરુષોની કથાઓ એટલે કે મહાત્મા પુરુષોનાં ચરિત્રોનું વર્ણન પ્રધાનતાએ છે. તેવાં શાસ્ત્રોનું નામ “ધર્મકથાનુયોગ” રાખીને તેને અલગ કર્યા છે જેમકે જ્ઞાતાધર્મકર્મકથા વિગેરે શાસ્ત્રો ધર્મકથાનું યોગ કહેવાય. તથા જે શાસ્ત્રોમાં ગણિતનો વિષય પ્રધાનતાએ છે તેવાં શાસ્ત્રોને ગણિતાનુયોગ કહીને અલગ કર્યા છે. જેમકે ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરે શાત્રો. તથા જે શાસ્ત્રોમાં દ્રવ્યાનુયોગ (એટલે કે છ દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયો)નું વર્ણન જેમાં પ્રધાનતાએ છે તે સઘળો દ્રવ્યાનુયોગ કહેવાય છે. આમ ચારે અનુયોગ અલગ અલગ કરીને ભાવિના જીવોના ઉપકાર માટે સુખે સમજાય તે આશયથી આવી વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા કરનાર પૂજય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મ. સા. શ્રી હતા.
આ આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રી જ્યારે વૃદ્ધાવસ્થાને પામ્યા અને આસન્ન મૃત્યુ પર્યાયવાળા બન્યા. ત્યારે તેમની માટે યોગ્યજીવને નિમવા માટે ચતુર્વિધ સંઘ સમક્ષ ઘીતેલ અને વાલના ભરેલા ઘડાની પ્રરૂપણા કરીને પોતાની પાટને યોગ્ય જીવનો નિર્ણય કર્યો તેમના શિષ્યવર્ગમાં એક દુર્બલિકાપુષ્પમિત્ર અને બીજા ગોષ્ઠામાહિલ આદિ મહાત્માઓ હતા. ગોષ્ટામાહિલ મુનિ, ગુરુમહારાજ શ્રી આર્યરક્ષિતસૂરિજીને મામાના દીકરા તરીકે ભાઈ થતા હતા. તે ઘણા વિદ્વાન્ હતા. બોલવામાં ચતુરાઈવાળા હતા. એટલે વાદીને જિતવા માટે મથુરાનગરીમાં ગુરુ વડે મોકલાયા હતા. ત્યારે દુર્બલિકાપુષ્પમિત્ર નામના આચાર્યની (પોતાના શિષ્યની) ગણના નાયક તરીકે પૂજય આર્યરક્ષિતસૂરિજી મ. સાહેબે સ્થાપના કરી. ||૨૨૯૪/૨૨૯૫ll
ત્યારબાદ શું થયું ? તે કહે છે - एवं विहियपुहत्तेहिं, रक्खियज्जेहिं पूसमित्तम्मि । उविए गणिम्मि किर, गोट्ठमाहिलो पडिनिवेसेणं ॥ २२९६ ॥ सो मिच्छत्तोदयओ, सत्तमओ निण्हवो समुप्पण्णो । के अन्ने छब्भणिए, पसंगओ निण्हउप्पत्ती ॥ २२९७ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે ચારે અનુયોગોનું પૃથક્કરણ કરીને પૂજ્ય આર્ય રક્ષિતસૂરીજી મહારાજશ્રી વડે દુર્બલિકાપુષ્પમિત્ર નામના આચાર્યને ગણના નાયક તરીકે સ્થાપિત