________________
નિહ્નવવાદ
૨
થી ૨૬૦૯ સુધીમાં છે. તેમાં પ્રસ્તાવના રૂપે ૨૨૯૪ થી ૨૨૯૯ સુધીની ૬ ગાથાનું વિવેચન લખીને અમે નિહ્નવવાદ સમજવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા અભ્યાસી અને આત્માર્થી શ્રાવક-શ્રાવિકાવર્ગ આ ગ્રન્થનો સારો અભ્યાસ કરશે આવા શુભ આશયથી આ ગ્રન્થનું વિવેચન લખાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્ય ગાથા નંબર ૨૨૯૪ થી ૨૬૦૯ ॥
પરમ પૂજ્ય આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રીએ ચાર અનુયોગો જુદા જુદા કર્યા છે. તેમની પૂર્વે તેમના ગુરુજી શ્રી આર્યવૈરસ્વામિજી સુધી સર્વે પણ શાસ્ત્રોમાં ચારે અનુયોગો સાથે જ હતા. અને સાથે જ સમજાવાતા હતા. પરંતુ પંચમ આરાના પ્રભાવથી કાલદોષના કારણે હાનિ પામતી બુદ્ધિવાળા જીવો વડે આવું શ્રુત ધારણ કરવું અશક્ય લાગવાથી પૂજ્ય આર્યવૈરસ્વામીજીના શિષ્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રીએ આ ચારે અનુયોગોને ભિન્ન ભિન્ન કર્યા છે. દીર્ઘદષ્ટિવાળા મહાત્માઓ સંઘના હિત માટે આવું કાર્ય કરે છે. આ ગ્રન્થ મુખ્યત્વે દ્રવ્યાનુયોગના વિષયવાળો છે.
તેમાં આલેખાયેલા આઠે નિહ્નવોનું જ્ઞાન આપણને થાય અને આપણે આ વિષયને જાણતા થઇએ તો આવો એકાન્તવાદનો હઠાગ્રહ ન પકડતાં અનેકાન્તવાદી બનીને કંઇક અંશે આત્માનું કલ્યાણ કરી શકીએ એવા શુભ આશયથી મલધારિજીની બનાવેલી ટીકાના આધારે આ ગાથાઓનું આ વિવેચન લખાય છે.
कालियसुयं च इसिभासियाई, तइओ य सूरपन्नत्ती । सव्वो य दिट्टिवाओ, चउत्थओ होइ अणुओगो ॥ २२९४ ॥
जं च महाक प्पसुयं, जाणि अ सेसाणि छेअ सुत्ताणि । चरणक रणाणुओगोत्ति, कालियत्थे उवगयाणि ॥ २२९५ ॥
ગાથાર્થ :- કાલિકશ્રુત - ઋષિભાષિત શ્રુત, - ત્રીજું સૂર્યપ્રજ્ઞપ્તિ શ્રુત અને સર્વ એવો દૃષ્ટિવાદ એમ ચાર અનુયોગ જાણવા.
જે મહાકલ્પ શ્રુત છે તે, તથા જે શેષ છેદશ્રુત છે. તે સર્વે ચરણકરણાનુયોગ સમજવો. આ સર્વે શ્રુત ચરણકરણાનુયોગમાં સમાવિષ્ટ જાણવું. ॥ ૨૨૯૪-૨૨૯૫ ॥
વિવેચન :- અહીં આચારાંગ-સૂયગડાંગ વિગેરે અગિયારે અંગ રૂપ સર્વ પણ શ્રુત જ્ઞાન કાલગ્રહણ કરવા આદિ વિધિપૂર્વક ભણાય છે. તેથી તેને કાલિકશ્રુત કહેવાય છે. આ અનુયોગમાં ઘણું કરીને પ્રાયઃ ચારિત્ર અને ક્રિયા આ બે વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કારણથી પૂજ્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રી વડે તેનું નામ ચરણકરણાનુયોગ