________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
નમે આયરિયાણું નિશ્ચય શુદ્ધ આત્મ ઉપગની (ભાનની) ભાવનામાં રહીને વીતરાગ ભાવવાળી નિર્વિકલ્પ સમાધિને જેઓ પિતે આચરે અને વ્યવહારથી ૩૬ ગુણોને જે ધકરણ છે. તેમજ બીજા જીવને વ્યવહાર નિશ્ચયને ઉપદેશ આપે છે માટે તેમને આચાર્ય કહે છે, તે આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું.
નામે ઉવજઝાયાણું શુદ્ધ આત્મ સ્વભાવનું સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ રૂપ અભેદ રત્નત્રય, અને ભેદરત્નત્રય રૂપ વ્યવહાર ધમ એમ વ્યવહાર નિશ્ચય મેક્ષ માર્ગનું પોતે આચરણ કરવાપૂર્વક બીજાને તે માર્ગ બતાવે છે, ભણાવે છે તેને ઉપાધ્યાયજી કહે છે. તે ઉપાધ્યાયજી મહારાજને હું નમન કરું છું.
| નમો લોએ સવ્વ સાહૂણં
ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર ધર્મ અને અભેદ રત્નત્રય રૂપ નિશ્ચય ધર્મને સમ્યક પ્રકારે જાણીને, શ્રદ્ધા કરીને જે તેનું આચરણ કરે છે. તથા વીતરાગ નિર્વિકલ્પ સમાધિની જે સાધના કરે છે તેને સાધુ કહેવાય છે. તેવા આ વિશ્વમાં રહેલા સર્વ સાધુ, સાધ્વીઓને હું નમસ્કાર કરું છું. પરમેષ્ઠિ નમસ્કારને પરિચય
- ૧-શ્રી અરિહંત પરમાત્મા મોક્ષ માર્ગને આદ્ય (પ્રથમ) ઉપદેશક હોવાથી વિશ્વ ઉપર એમને ઉપકાર મહાન અને અજોડ છે. મેક્ષને માર્ગ ચમ ચક્ષુથી અગોચર હોય છે.