________________
१९
બાહ્ય એવા બે મુખ્ય પ્રકાર, તથા તે દરેકની જુદી જુદી વિગતો અધ્યયન ૩૦ માં (પા. ૧૯૮) વિસ્તારથી વર્ણવ્યાં છે, એટલે અહીં તેમની પુનરુક્તિ કરવાની જરૂર નથી. પરંતુ તપના બાર વિભાગમાંથી છેલ્લા વિભાગ તરીકે
ધ્યાન” જણાવવામાં આવ્યું છે, તેના ઉપર અહીં કંઈક ભાર મૂકવો જોઈએ. ઉપવાસ, ઓછું ખાવું, કાયકલેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, શુભૂષા, સ્વાધ્યાય, વગેરે તપના અન્ય વિભાગે એક રીતે ધ્યાનને પુષ્ટ કરવા માટે જ છે; અને વાસ્તવિક રીતે ધ્યાન જ કર્મનો સીધો અને સચેટ ક્ષય કરે છે. એટલે જૈન સાધનામાર્ગને બારીકાઈથી તપાસીએ તો તેનું મુખ્ય અને અંતિમ સાધન ધ્યાન જ આવીને ઊભું રહે છે. એ રીતે એ માર્ગને ધ્યાનમાર્ગ જ કહી શકાય. અલબત્ત, માત્ર ધ્યાન બસ નથી; ધ્યાનની સાથે સાથે નવાં કર્મો બંધાતાં અટકાવવા “સંયમ”ની આવશ્યકતા તો છે જ. પરંતુ કર્મો દૂર કરવાનું અંતિમ સાધન તો દયાન જ છે.
જૈનદર્શન એમ માને છે કે એ ધ્યાન ગમે તેવા બાંધાવાળા શરીરથી સિદ્ધ થઈ શકે તેમ નથી. કારણકે ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે વિશિષ્ટ શારીરિક બળ જોઈએ છે. માનસિક બળને એક – મુખ્ય આધાર શરીર છે; અને શરીરબળ શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે. એટલે, જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મનોબળ ઓછું, અને તેટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. નબળા બંધારણવાળો કોઈ પણ વિષયમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org