________________
થાય છે. એટલે એ બીજ અને વૃક્ષ જેવા ચક્રના આદિનો વિચાર જતો કરી, કોઈ પણ એક જગાએ તે સાંકળને પકડી તેનાં પછીનાં પરિણામે સમજીએ એ જ બસ છે.
ઉપર કહ્યું તે પ્રમાણે જીવમાત્ર કાયા–મન-વાણીથી જ્યારે જ્યારે કાંઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેની આસપાસના ક્ષેત્રમાંથી એક ખાસ પ્રકારની અતિ સૂક્ષ્મ રજ તેમાં ખેંચાઈ કર્મરૂપે પરિણામ પામી તેની સાથે બંધાય છે. તે રજ જીવ સાથે ચાંટી તેની વિવિધ સ્વાભાવિક શક્તિઓને આવરી લે છે, મૂઢ કરે છે, અંતરાય કરે છે તથા જીવને અમુક સુખદુઃખનો અનુભવ, વિશિષ્ટ આયુષ્ય, જાતિ કે ગોત્ર પ્રાપ્ત કરાવે છે. આમ સંસારાવસ્થામાં જીવને તેનાં કર્મને અનુરૂપ ઇકિય મન, શરીર વગેરે સાધનો કે બંધનો પ્રાપ્ત થાય છે. એ બધા કર્મબંધનનું કારણ જીવની મન-વાણુંકાયાની પ્રવૃત્તિ (એટલે કે જન પરિભાષામાં ) “યોગ” છે. એ પ્રવૃત્તિઓથી જ જીવમાં કર્મનું આસ્રવણ થાય છેતેથી તે પ્રવૃત્તિઓ જૈન પરિભાષામાં “આસ્રવ” કહેવાય છે. પરંતુ તેમાં સમજવાનું એ છે કે, તે પ્રવૃત્તિ ક્રોધ, લેભ વગેરે મલિન વૃત્તિઓ (જનપરિભાષામાં “ કષા') પૂર્વક થઈ હોય તો જ જીવમાં કર્મ દાખલ થઈ સેંટી જાય છે; નહિ તો સૂકી ભીંત ઉપર નાખેલા લાકડાના ગેળાની પેઠે લાગીને તરત જ છૂટી જાય છે.
* દરેક જીવનું કદ તેને તે વખતે જે દેહ માન્ય હોય છે, તેટલું હોય છે. એટલે કે જૈનદર્શનને મતે જીવ માત્ર વિભુ નથી, કે માત્ર અણું પણ નથી; પરંતુ દીવાનો પ્રકાશ તેના ઉપર જે કદનું ફૂડું ઊંધું પાડયું હોય તેટલો થાય છે, તેમ તેનું પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org