________________
૧૬
તે માટે અન્ય જંજાળ અને પ્રવૃત્તિઓને ત્યાગ આવશ્યક છે, અમુક પ્રકારની સહિષ્ણુતા અથવા તિતિક્ષા આવશ્યક છે, અમુક પ્રકારનાં આત્મનિગ્રહ તથા અપ્રમાદ આવશ્યક છે; અને એ બધાના સરવાળા તથા પ્રતીકરૂપ સંન્યાસ આવશ્યક છે. જૈનધર્મ ગૃહસ્થાશ્રમમાં મોક્ષ ન જ થાય એમ નથી માનત (પા. ૨૪). મુક્ત છોના વર્ગો ગણાવતાં (પા. ૨૫૦) સ્ત્રી શરીરથી થયેલા, જૈન સાધુ થઈને થયેલા, અન્ય સંપ્રદાયના સાધુ થઈને થયેલા કે ગૃહસ્થાશ્રમમાંથી થયેલા એવા વર્ગો પણ તે સ્વીકારે છે. પરંતુ ગૃહસ્થાશ્રમને “બહુ અંતરાયવાળા” માની, તથા તેમાં સંપૂર્ણ સદ્ધર્મનું પાલન શક્ય ન હોવાથી, તે સંન્યાસ અને ભિક્ષાવૃત્તિને જ આવશ્યક માને છે. અને તેથી ઉત્તરાધ્યયનમાં શું, કે અન્ય આગમગ્રંથમાં શું, “સપુરુષો પાસેથી ધર્મ સમજીને, આકાંક્ષા તથા કામાભિલાષ વિનાના સરળ પુરુષ આત્માના કલ્યાણમાં તત્પર થાય છે, અને સર્વ સંબંધોનો ત્યાગ કરી, રાગરહિત થઈ અજ્ઞાતભાવે ભિક્ષાચર્યા કરતા વિચરે છે,” એવાં વાક્યો ઠેરઠેર આવે છે.
ઉપરના ફકરાઓમાં “સપુરુષ પાસેથી” જે વિપુલ અર્થવાળું જ્ઞાન મેળવવાની વાત કરી છે, તેનું જૈનદર્શન પ્રમાણે શું સ્વરૂપ છે તે હવે જોઈએ. ૨૮મા અધ્યયનમાં (પા. ૧૬૨) કહ્યું છે કે, “જ્ઞાન એટલે જીવ વગેરે દ્રવ્યોની યથાર્થ સમજ. જ્ઞાની પુરુષોએ સર્વે દ્રવ્ય, તેમના સર્વે ગુણે અને તેમના સર્વે પર્યાયે (પરિણામે ) નું યથાર્થ જ્ઞાન ઉપદેર્યું છે.” આપણે અહીં ૨૮ મા તેમજ ૩૬ મા અધ્યયનમાં આપેલા તે જ્ઞાનની તમામ વિગતોની પુનરુક્તિ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org