________________
રૂપરેખા સાથે પરિચિત થઈ જવું અતિ આવશ્યક છે. આપણે પ્રથમ તેમ જ કરીએ.
બીજાં ભારતીય દર્શનની જેમ જૈન દર્શનનું પણ મૂળ પ્રયજન મોક્ષ છે. તેમની પેઠે જ તે પણ માને છે કે આત્માની સદેહ સ્થિતિ એ જ દુઃખનું મૂળ છે. જ્યાં સુધી આત્માને દેહબંધન છે, ત્યાં સુધી તેને અંતિમ દુઃખમુક્તિ કે સુખપ્રાપ્તિ થવાનાં જ નથી. તેથી આત્માનું સ્વાભાવિક સ્વરૂપ શું છે, અને તેને દેહ શાથી પ્રાપ્ત થયો છે એ જાણવું, અને તે જાણું તેને દૂર કરવાનો ઉપાય જવો, એ જ મનુષ્યજીવનનો પરમ પુરુષાર્થ છે. જૈનદર્શનનું એવું મંતવ્ય છે કે, એ બધું જાણવાનો ઉપાય “સદ્ધર્મ' સિવાય બીજો કોઈ નથી. “સદ્ધમ' એટલે જ્ઞાની પુરુષોએ વર્ણવેલું ભાવોનું યથાર્થ સ્વરૂપ. જેના આત્મા ઉપરથી મેહનીય, આવરણય, અંતરાયક વગેરે કર્મબંધનો દૂર થવાથી જેને આત્માના શુદ્ધ જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, તેવો પુરુષ બધા ભાવોને યથાતથ જાણી તથા વર્ણવી શકે છે. તેથી કેવળજ્ઞાની જિનોએ વર્ણવેલા ભાવો જાણવા, તેમાં શ્રદ્ધા કરવી અને તે પ્રમાણે આચરણ કરવું એ જ “મેક્ષમાર્ગ છે.
પરંતુ, અહીં પ્રશ્ન ઉભો થાય કે, સદ્ધર્મ કહેવાતા માર્ગો તો અનેક છે; તેમ જ દરેક ધર્મના અનુયાયી પિતાના ધર્મપ્રવર્તકને “વસ્તુસ્વરૂપને યથાતથ જાણનાર જિન” અને મુક્ત માનતો હોય છે. તે પછી યે તીર્થકર મુક્ત અને કેને ધર્મ સદ્ધર્મ એ કેમ કરીને નક્કી કરવું? તથા તે નક્કી ન થાય ત્યાંસુધી કોઈ પણ જ્ઞાની કે તેના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખી તે અનુસાર આચરણ પણ કયાંથી થાય? આ પ્રશ્નનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org