________________
૧૨
જોઈએ તો આ ગ્રંથમાં તેમની માન્યતાને પ્રતિકૂળ એવું કાંઈ જ નથી જન શું, કે જૈનેતર શું, કોઈને પણ અતિ પ્રાચીન કાળના “શ્રમણકાવ્ય” કહી શકાય તેવા તેજસ્વી સાહિત્યનો પરિચય કરવો હોય, તો “ઉત્તરાધ્યયનસૂત્ર' જતું કર્યો છૂટકો જ નથી.
આપણે ઉપર જોઈ આવ્યા કે ઉત્તરાધ્યયનમાં છેવટે કેટલોક સૈદ્ધાંતિક ભાગ સંગ્રહાયેલો છે. એ વિભાગ પોતે ભલે પછીના વખતમાં ઉમેરાયું હતું, પરંતુ એ વિભાગને મળતી કાંઈક પણ જૂની સૈદ્ધાંતિક પરંપરા તે પહેલાં પણ હશે જ. એક રીતે એમ જ કહેવું જોઈએ, કે એ સૈદ્ધાંતિક પરંપરાને અનુકૂળ એવા ઉપદેશો અને કથાઓનો જ ઉત્તરાધ્યયનમાં સંગ્રહ છે. અને એ દૃષ્ટિએ આખા ઉત્તરાધ્યયનને એક સળંગ ગ્રંથ તરીકે જોવામાં કશો વાંધો નડે તેમ નથી. અલબત્ત એ સૈદ્ધાંતિક ભાગ અતિ પારિભાષિક અને અતિ સંક્ષિપ્ત છે. ૨૯ મા અધ્યયનમાં તો આખા જૈન સિદ્ધાંતને એક - બે – ત્રણ – ચાર એ પ્રમાણે ૭૩ સુધીના સંખ્યાનુક્રમ સાથે સાંકળીને રજૂ કર્યો છે. તેનું એવું નિરૂપણ પરિભાષા તેમજ આખા સિદ્ધાંત સાથે નિકટને પરિચય માગી લે છે. એટલે એ ભાગ જૈનેતર વાચકને કે શરૂઆતના જૈન અભ્યાસને પણ નીરસ કે મુશ્કેલ જ લાગવાનો. પરંતુ, જે જૈન આચાર જૈન સિદ્ધાંતના પાયા ઉપર જ ચા હાય – અને વાસ્તવિક રીતે પણ તેમ જ છે – તો વાચકે શરૂઆતમાં જ જૈન સિદ્ધાંતની આછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org