________________
૧૮. સયત રાજા; ૧૯. મૃગાપુત્ર; ર૦. અનાથ મુનિ; ૨૧. સમુદ્રપાલ; ૨૨. રથનેમિ; ર૩. કેશી અને ગૌતમ, અને ૨૫. સાચો યજ્ઞ-એમ તેવાં કુલ ૧૧ અધ્યયને છે. એમાંની કેટલીક દંતકથાઓ બ્રાહ્મણ કે બૌદ્ધ ગ્રંથોમાં પણ મળી આવે છે; એટલે તેમને પણ “શ્રમણ-કાવ્યો”ની સામાન્ય માલિકીની જ ગણવી જોઈએ. પણ તેમાંના કેટલાક ભાગે ખસુસ જૈન છે; અને તેમને તે સંપ્રદાયની જ પ્રાચીન દંતકથાઓને અંગભૂત માનવા જોઈએ. ૯, ૧૩, ૧૪ અને ૨૨ મા અધ્યયનની દંતકથાઓને પ્રથમ વર્ગની ગણી શકાય; અને બાકીની ખાસ જૈન ગણી શકાય. જે કે તેમાં પણ ૧૯ મા અધ્યયનમાં આવતું નરકનાં દુઃખોનું વર્ણન બીજે પણ મળી આવે તેમ છે; ૨૦ મા અધ્યયનમાં શ્રેણિક રાજા અને યુવાન સાધુની મુલાકાત સુત્તનિપાતના પમ્બજાના સુત્તમાં આવતા વર્ણનને મળતી આવે છે; તથા ૨૨ મા અધ્યયનમાંના કેટલાક કે સુત્તનિપાત કે ધમ્મુપદના કાને કાંઈક અંશે મળતા આવે છે.
આ દંતકથાઓવાળે ભાગ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રથમ એકત્રિત કરવામાં આવ્યો હશે એમ કહી શકાય. પછી તેમાં ઉપર જણાવેલે ધાર્મિક ઉપદેશાત્મક ભાગ ઉમેરવામાં આવ્યો હશે. આમ ધાર્મિક ઉપદેશો તથા પ્રાચીન દંતકથાઓ અને કહાણીઓવાળે ભાગ મળીને મૂળ ઉત્તરાધ્યયનસૂત્ર બન્યું હશે. એ કેટલું જૂનું હશે તે કહેવું અશક્ય છે; પરંતુ પાટલિપુત્રના સંઘે ઈ. સ. પૂર્વે ૩૦૦ ના અરસામાં જૈન આગમગ્રંથે એકત્રિત કે વ્યવસ્થિત કર્યા એવી જૈન પરંપરા માની લઈએ—કે જે ન માનવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org