________________
આપણી પાસે ખાસ કારણો નથી – તો પછી મૂળ ઉત્તરાધ્યયનસૂત્રને તે સમય જેટલું જૂનું તો ગણવું જ જોઈ એ. પછીનો સૈદ્ધાંતિક મુદ્દાઓવાળો ભાગ ક્યારે તેમાં ઉમેરાય તે બાબતમાં આપણે એટલું જ કહી શકીએ કે, ઈ. સ. પર ૬ના અરસામાં મળેલા વલભીના સંઘે આગમગ્રંથ છેવટના વ્યવસ્થિત કર્યા ત્યારે અત્યારના ઉતરાધ્યયનનો ઘણો ખરે ભાગ જરૂર અસ્તિત્વમાં આવી ગયો હશે.
એ વાત તો એક્કસ કે “ઉત્તરાયનસૂત્ર' ની મુખ્ય મહત્તા તેમાં આવેલા ઉપરના પ્રાચીન ભાગેને કારણે જ છે. એ ભાગમાં જ વિશિષ્ટ જીવન અને સાધનાને વરેલા શ્રમનું સંપ્રદાયોએ એકઠી કરેલી કે પછીના સાધકને માર્ગદર્શન થાય તે માટે સોંપેલી ગાથાઓ અને કથાઓનો સમાવેશ થાય છે. જૈન શ્રમણોએ પિતાની કઠોર કે એકાકી સાધનામાં જે ગાથાઓ દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યાં, તેમજ જે ગાથાઓને પોતાની પાછળ આવનારાઓને માટે તેમણે અમૂલ્ય રત્નોની માફક કાળજીથી સંઘરી રાખી અને નષ્ટ ન થવા દીધી, તે ગાથાઓનું આપણને આ ગ્રંથમાં દર્શન થાય છે. આખા ગ્રંથમાં કેટલુંક અર્વાચીન ભલે હો, પણ તેમાં જે પ્રાચીન છે, તે ખરેખર પ્રાચીન છે, અને તે આપણને તેમાં જ મળી શકે તેમ છે. તે ધાર્મિક ઉપદેશાત્મક ભાગ જ અતિ પ્રાચીન કાળથી જૈન સમાજને આકર્ષતા આવ્યા છે. જૈનોના સ્થાનકવાસી અને શ્વેતાંબર એ બંને ફિરકાઓને ઉત્તરાધ્યયન સૂત્ર પૂર્ણ રીતે માન્ય છે; દિગંબરે તો બીજાં આગામેની પેઠે આ ગ્રંથને પણ છોડી બેઠા છે; પરંતુ વસ્તુતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org