________________
રાગ અને વિરાગ [ ૭
વસ્ત્રો સાવ ભીનાં થઈ ગયાં છે. ગિરનારના વનવગડામાં એની વાટ જાણે રૂંધાઈ ગઈ છે.
એ વિચારે છે કે કોઈ ગુફા મળે તો આ વસ્ત્રોને નીચોવી લઉં. મેહ વરસતો બંધ થાય અને વસ્ત્રો કંઈક કોરાં થાય તો આગળ વધું.
ત્યાં એક ગુફા નજરે પડે છે. રાજીમતી એમાં પ્રવેશીને વસ્ત્રો કાઢીને નિચોવવા લાગે છે.
રાજીમતીનો પગસંચાર ગુફાના કો અંધારા ખૂણાને સચેતન બનાવે છે. કો પાષાણ સમી સ્થિર માનવમૂર્તિ ધ્યાનમાંથી ડોલી ઊઠે છે; અને પાષાણમાં કંડારેલી મનોહર દેવી-પ્રતિમા સમી નારીને જોઈને એ મૂર્તિ ડગ ભરતી આગળ આવે છે. * પળવાર એ જોઈ રહે છે અને મંત્રના પ્રયોગે ભૂત જાગી ઊઠે એમ, આવી રૂપ રૂપના અંબાર સમી નવસ્ત્રી નારીને નીરખીને, પેલા માનવીના મનમાં વાસનાનાં ભૂતો જાગી ઊઠે છે.
એક તરફ યૌવનના અવતાર સમો પુરુષ ખડો છે. સામે અપ્સરાને ય શરમાવે એવી નારી ખડી છે. જાણે કામદેવ અને રતિ કો અજાણી ગુફામાં અજાણ્યાં ભેગાં થઈ ગયાં છે.
પળ-વિપળની જ એ વાત અને રાજીમતી એકદમ સાવધ થઈ ગઈ અને અંગ-ઉપાંગ ભીનાં વસ્ત્રોમાં જ સંકોચીને ઊભી રહી ગઈ.
પળવાર એણે પેલા પુરુષની સામે પોતાની તેજ ઝરતી નજર નાંખીઅને પોતાના મનને સ્વસ્થ બનાવી લીધું. એ પુરુષને ઓળખતાં એને વાર ન લાગી : એ હતા નેમિકુમારના લઘુબંધુ મુનિ રથનેમિ !
પણ રથનેમિ તો આજે પરાધીન બની ગયા હતા. એમને અંગે અંગે વાસનાઓ ડંખ દઈ રહી હતી. એમને માનવીને ઓળખવાની આંખો આજે ન હતી.
રાજીમતીએ સ્વસ્થ સ્વરે રથનેમિને સંબોધ્યા, ઉપદેશ્યા : “ દેવરિયા મુનિવર, ધ્યાનમાં રહેજો !” રથનેમિ સાંભળી રહ્યા : આ અવાજ તો પરિચિત છે. એ તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org