________________
૨૫
તેમણે વિચાર્યું. વળી, જૈન તેમજ જૈનેતર સમાજમાં વ્યાપેલી ધર્મજડતા પણ તેમના ગ્રંથલેખનમાં કારણભૂત બની હતી. જૈન ધર્મનું મૂળ લક્ષ તથા મૂળ શાસ્ત્રોમાં વર્ણવેલા સાચા સાધુ અને ગૃહસ્થના આચારોની પોતાના સમયના જૈન આરાધકોના આચારો સાથે સરખામણી કરતાં તેમને મૂળ સિદ્ધાંતો અને પ્રચલિત આચારોમાં આકાશ-પાતાળનો ફરક દેખાયો. તેમણે જોયું કે લોકો મૂળ શાસ્ત્રો વાંચતા-વિચારતા ન હતા. પરિણામે અજ્ઞાનથી અથવા પરંપરાથી ગમે તેવા વિચારવિહીન આચારો જૈન શ્રાવકો તથા મુનિઓનાં જીવનમાં પગદંડો જમાવી બેઠા હતા. મુનિધર્મનો શાસ્ત્રોક્ત આદર્શ પૂર્ણતઃ અનુસરી ન શકાવાથી તેને મોળો કે વિકૃત કરવાની અથવા ઢાંકવાની વૃત્તિ તેમજ વહેમો, આગ્રહો અને મતભેદોનું સામ્રાજ્ય પ્રવર્તમાન સાધુસમાજમાં નીરખતાં શ્રીમનો પુરુષાર્થી અને સિદ્ધાંતનિષ્ઠ આત્મા દુભાયો. તેમની બાળપણથી સેવાતી ધર્મોદ્ધારની ભાવના પણ દૃઢ થતી જતી હતી અને તેથી જડતા તથા પ્રમાદમાં જીવન ગાળી રહેલા લોકોને જાગૃત કરવાની તેમને તાલાવેલી જાગી. અવળા જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા બાળયુવાવર્ગ આદિને બચાવવા તેમણે સરળ ભાષાશૈલીમાં પુસ્તકો લખવા વિચાર્યું. શ્રીમદ્દ્ની અસાધારણ પ્રજ્ઞા વિવિધ વિષયના અનેક ગ્રંથોનો સાર ગ્રહી, મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા વૈરાગ્ય, વિવેક અને ઉપશમને પ્રબોધતા ગ્રંથના સર્જન દ્વારા જનસમુદાયનું કલ્યાણ કરવામાં પ્રવૃત્ત થઈ.
શ્રીમદ્દનાં વિશાળ વાંચન, ગહન મનન અને અદ્ભુત વૈરાગ્યના પરિપાકરૂપે તેમની સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે, વિ.સં. ૧૯૪૦માં તેમના દ્વારા ‘મોક્ષમાળા' નામનો ગ્રંથ માત્ર ત્રણ દિવસમાં લખાયો હતો. આ ગંભીર દર્શનપ્રભાવક ગ્રંથમાં સુસંગત શાસ્ત્રશૈલી અને સુમધુર ભાષામાં તત્ત્વજ્ઞાનના ૧૦૮ દૃષ્ટાંતસભર પાઠ દ્વારા જૈન ધર્મના ગૂઢ સિદ્ધાંતોનું રોચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org