________________
૧૭૩ ન્યાયદષ્ટિ ઝળકે છે, પરમ કરુણામય હૃદય ધબકે છે, અલૌકિક તત્ત્વજ્ઞાનના ચમત્કાર ચમકે છે અને અનુપમ સતશીલની સૌરભ મહેકે છે.
“મોક્ષમાળા' ગ્રંથના મુખપૃષ્ઠ ઉપરનું મુદ્રાલેખરૂપ સુવર્ણસૂત્ર “આત્મા જાણ્યો તેણે સર્વ જાણું (નિર્ગથ પ્રવચન) ગ્રંથનું હૃદય દર્શાવવા સાથે વીતરાગદર્શનનું સર્વોત્તમ રહસ્ય સમજાવે છે. વાંચનારને ભલામણ' નામના પ્રથમ પાઠમાં શ્રીમદે પુસ્તકનો વિવેકથી ઉપયોગ કરવાનું જણાવી, મંગલ આર્શીવાદ આપ્યા છે. તે પછી તેમણે કર્મના ચમત્કાર, માનવદેહ, સદેવ, સદ્ધર્મ, સદ્ગુરુ, ઉત્તમ ગૃહસ્થ, સત્સંગ, યત્ના, રાત્રિભોજન ત્યાગ, સર્વ જીવની રક્ષા, પ્રત્યાખ્યાન, નવકાર મંત્ર, અનાનુપૂર્વી, સામાયિક, પ્રતિક્રમણ, સામાન્ય મનોરથ, તૃષ્ણાની વિચિત્રતા, પ્રમાદ, વૈરાગ્ય, સામાન્ય નિત્યનિયમ, ધર્મના મતભેદ, જિતેન્દ્રિયતા, ધર્મધ્યાન, જ્ઞાન, પંચમ કાળ, મનોનિગ્રહનાં વિઘ્નો, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો આદિ વિવિધ વિષયો ઉપર પાઠોની રચના કરી છે.
શ્રીમદે સ્પષ્ટ બોધ તથા ઉપદેશની ઊંડી છાપ અર્થે હૃદયંગમ ભાષામાં અને સુંદર રોચક શૈલીમાં શ્રી અનાથી મુનિ, શ્રી બાહુબળ સ્વામી, શ્રી સુભૂમ ચક્રવર્તી, શ્રી સુદર્શન શેઠ, શ્રી ગજસુકુમાર, શ્રી ગૌતમસ્વામી આદિનાં પવિત્ર ચરિત્ર વર્ણવ્યાં છે અને ભિખારીનો ખેદ', “સુખ વિષે વિચાર'ના પાઠોમાં બોધપ્રદ કથાઓ યોજી છે. શ્રી મહાવીર ભગવાને શ્રી ગૌતમ સ્વામીને મોક્ષસુખ અવર્ણનીય છે એમ જણાવવા જે ભીલનું દૃષ્ટાંત આપ્યું હતું તે તેમણે “મોક્ષસુખ' નામના પાઠમાં આપ્યું છે તથા “તત્ત્વ સમજવું' પાઠમાં તેમણે અર્થ સમજ્યા વગર કરવામાં આવતાં શબ્દપાઠ વિષે રાયશી, દેવશી અને ખેતશી નામના કચ્છી ભાઈઓનું વિનોદી દષ્ટાંત પ્રયોજ્યું છે.
સર્વમાન્ય ધર્મમાં શ્રીમદે શ્રી જિનેશ્વરપ્રણીત દયા ધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org