________________
(૪) અંગત નોંધો
સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં વિહરતી શ્રીમદ્દ્ની કલમે ‘સમુચ્ચયવયચર્યા’, ‘રોજનીશી', ‘નોંધબુક', તથા ‘હાથનોંધ'નું લેખન પણ કર્યું છે. તેમાં શ્રીમની તત્કાલીન વિચારણા, તેમની અંતરંગ દશા, તત્ત્વની ગૂઢ વાતો, તેમણે લખવા ધારેલા ગ્રંથો વિષેની વિચારણા વગેરે ઉપરાંત તેમનાં કેટલાંક પદોનો પણ સમાવેશ થયો છે. આ લખાણ શ્રીમના અંગત ઉપયોગ માટે થયેલું હોવાથી વ્યવસ્થિત અનુક્રમમાં નથી, પરંતુ જુદા જુદા મુદ્દાઓના ટાંચણરૂપ છે. તેમાં કેટલીક જગ્યાએ મિતિ ટાંકેલી જોવા મળે છે, તો કેટલીક જગ્યાએ મિતિ વિનાનું લખાણ જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો શબ્દસમૂહ કે નાનાં વાક્યોમાં ખૂબ જ સંક્ષેપમાં શ્રીમદે પોતાના વિચારો ટપકાવ્યા છે. તેનો સવિગત અર્થ કે આશય સ્પષ્ટ થતો નથી, તોપણ શ્રીમની દશાને સમજવામાં આ અંગત નોંધો ઉપયોગી નીવડે છે. આ અંગત નોંધોનું સંક્ષેપમાં અવલોકન કરીએ.
સમુચ્ચયવયચર્યા૧
શ્રીમદે વિ.સં. ૧૯૪૬ના કાર્તિક પૂર્ણિમાના પોતાના જન્મદિવસે, પોતાના બાવીસ વર્ષ સુધીના જીવનનું ‘સમુચ્ચયવયચર્ચા'માં અવલોકન કર્યું છે. આ લેખના પ્રારંભમાં તેમણે બાવીસ વર્ષની વય સુધીમાં કરેલા જાતજાતના વિચારોનો ઉલ્લેખ કર્યો છે અને તે પછી પોતાની ચર્ચાનું આલેખન કર્યું છે. તેઓ સાત વર્ષ સુધી બાળવયની રમતગમત રમતા, વિચિત્ર કલ્પનાઓ કરતા. તે વખતની તેમની દશા વિદેહી, નિર્દોષ હતી. સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીના કેળવણીકાળમાં અસાધારણ સ્મૃતિને કારણે તેઓ ત્વરિત અભ્યાસ કરી શક્યા હતા. આઠમા વર્ષે તેમણે કવિતાની રચના કરી હતી. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૦૩-૨૦૫ (આંક-૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org