Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 305
________________ ૨૫૦ પારિભાષિક શબ્દોના અર્થ જોવા મળે છે. તે ઉપરાંત ‘દેવાગમસ્તોત્ર', ‘સર્વાર્થસિદ્ધિ' આદિ ગ્રંથોની ગાથાની ટૂંકાણમાં સમજણ; “સમયસારનાટક' આદિ ગ્રંથોમાંથી લીધેલાં પદ્યાવતરણો; કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી, શ્રી આનંદઘનજી મહારાજ, પંડિત શ્રી બનારસીદાસજી આદિ મહાન સિંથકારો તથા “પરમાત્મપ્રકાશ', પ્રવચનસારોદ્ધાર', “અષ્ટપાહુડ', “યોગદષ્ટિ' આદિ ગ્રંથો વિષે માહિતી; “ભગવતી આરાધના' આદિ વિષે શ્રીમન્નો અભિપ્રાય વગેરેનો સમાવેશ પણ થયો છે. શ્રીમદ્ભા અન્ય સાહિત્યની જેમ વ્યાખ્યાનસાર૨'માં પણ તેમનું ઉદાર વલણ જોવા મળે છે. આમ, શ્રીમદ્ભા ઉપદેશની મુમુક્ષુઓએ કરેલી આ નોંધોમાં સિદ્ધાંતોની વાતો, સાધના અંગેની વાતો, પ્રશ્નોત્તરી, ગ્રંથ વિષેની બાબતો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં શ્રીમન્ના વિચારોની પરિપક્વતા તથા વિવિધ વિષયો ઉપરનું તેમનું અસાધારણ પ્રભુત્વ ઝળહળી ઊઠે છે. આ નોંધો અભ્યાસી જીવોને તત્ત્વવિચારણા કરવામાં અવશ્ય ઉપયોગી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314