________________
૨૫૬
આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને પામશે.
અચિંત્ય અદ્ભુત લોકોત્તર ચારિત્રના ધારક અને પરમ સત્પુરુષ એવા શ્રીમદ્, સૂર્ય સમાન સદા સ્વયં પ્રકાશમાન અને સદા જયવંત છે. આ પરમ પ્રભાકરમાંથી પ્રાદુર્ભાવ પામેલ અને મુમુક્ષુજગતમાં ચોપાસ રેલાઈને અજ્ઞાન-અંધકારને નસાડનાર તેમના બોધરૂપી કિરણો પણ સદા સર્વદા જયવંત વર્તે છે.
નિષ્કારણ કરુણાસાગર સર્વોપરી સદ્ગુરુ શ્રીમદ્દ્ના સર્વને અભય આપનાર, નિર્દોષ, નિષ્પાપ અને નિઃસ્પૃહી ચરણકમળમાં સવિનય વંદના. આ ગુણાલંકૃત દિવ્યાકૃતિને મૂળ સ્વરૂપે નિહાળી એટલે કે યથાર્થ પુરુષના યથાર્થ ગુણોને યથાર્થરૂપે ઓળખી, તેમનાં બહુમાન, આદર, સત્કાર, પૂજા, ભક્તિ, સ્તુતિ, વિનય, વંદનાદિ દ્વારા સૌ જીવો યથાર્થ સ્વરૂપલાભ પામવા સૌભાગ્યશીલ બની રહો!
Jain Education International
***
For Private & Personal Use Only
www.jainelibrary.org