Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 312
________________ ૨૫૫ સાગરમાંથી સરૂપી મોતીને વીણી લાવનાર મરજીવા હતા. અજ્ઞાનીના કથનથી જુદાં પડી આવે એવાં આત્માનુભવયુક્ત તેમનાં વચનો છે. વળી, શ્રીમદ્ પાસે વિચારની સચોટ અભિવ્યક્તિ હતી. ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. પોતાને જે કંઈ કહેવું હોય તે તેઓ યોગ્ય શબ્દોમાં સચોટ અને માર્મિક રીતે કહી કે લખી શકતા. આ વિષે ગાંધીજી લખે છે ‘ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે.’૧ થોડા શબ્દોમાં ઘણું કહી શકવાની શ્રીમદ્દ્ની શક્તિ અસાધારણ છે. તેમની ભાષાશૈલી સીધી, સાદી, સરળ, સહજ, સુપ્રસન્ન અને અમૃતમાધુર્યથી સભર છે. તેમનો એક એક શબ્દ, આત્માનુભવરૂપ તીવ્ર સ્વસંવેદનને સ્પર્શીને અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલો હોવાથી સહૃદય શ્રોતાના હૃદયસોંસરો નીકળી જાય એવી વેધકતા અને માર્મિકતાયુક્ત છે. પરમ જ્ઞાનમૂર્તિ શ્રીમનો પાર્થિવ દેહ ભલે હાલ વિદ્યમાન નથી, પરંતુ તેમનો પરમ અમૃતરૂપ અક્ષરદેહ આજે પણ ભવ્ય જીવોનાં કર્મરૂપ કલંકને બાળી નાખવામાં, ધર્મમેઘને વરસાવી અધર્મના દાવાનળને ઠારવામાં પરમ ઉપકારી, પરમ સહાયભૂત નિમિત્ત છે. આ વચનામૃતરૂપ અમૃતસરોવરમાં જે કોઈ આત્માર્થા મુમુક્ષુ નિમજ્જન ક૨શે, તે અવશ્ય શીઘ્રતાએ ૧- શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત, ‘શ્રી રાજચંદ્ર (જીવનયાત્રા તથા વિચારરત્નો)', બીજી આવૃત્તિ, રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો, પૃ.૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314