Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 310
________________ ૨૫૩ વિપુલ પ્રભાવના કરી, તેઓ પ્રખર વીતરાગધર્મપ્રભાવક થયા છે. તેમના દ્વારા પ્રતિપાદિત થયેલો માર્ગ લોકોત્તર હોવાથી, ગાડરિયા પ્રવાહમાં તણાતા જીવોને તે કદાચ નવીન લાગે, પણ વાસ્તવિક રીતે વીતરાગમાર્ગથી તે એક અંશે પણ જુદો નથી જ. વસ્તુતઃ શ્રીમદ્ વીતરાગમાર્ગના જ પ્રશંસક, પ્રરૂપક અને પ્રચારક છે. - શ્રીમન્નાં લખાણોમાં જૈન તત્ત્વજ્ઞાનનું આબેહૂબ નિરૂપણ છે, જૈન ધર્મનો નિચોડ છે, છતાં સાંપ્રદાયિકતાનો તેમાં અભાવ છે. મત, દર્શન, સંપ્રદાય આદિના આગ્રહથી પર, વિશાળ દષ્ટિવાળા શ્રીમદે સર્વત્ર આત્માનું જ દિવ્ય સંગીત ગાયું છે અને સર્વત્ર આત્મકલ્યાણનો જ ઉપદેશ કર્યો છે. શ્રીમદે જૈન ધર્મને કોઈ સંપ્રદાયનું સ્વરૂપ ન આપતાં, એની વિચારધારાને માત્ર એક સર્વસમ્મત રૂપ જ આપ્યું છે. તેથી જ શ્રીમદ્ભો ઉપદેશ મત, દર્શન, સંપ્રદાય, વાડા, જાતિ, ગચ્છ આદિના ભેદ વિના સર્વ કોઈને ચાહ્ય થઈ શકે એવો સાર્વજનિક છે. વિ.સં. ૧૯૬૬ની કાર્તિક પૂર્ણિમાએ મુંબઈમાં યોજાયેલ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી મહોત્સવમાં પ્રમુખપદેથી શ્રી દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું હતું કે – “કવિશ્રીના જીવનના ઉચ્ચ આશય, તેમના લેખમાંથી મળી આવતા ઉચ્ચ વિચારો, સ્વીકારવા લાયક શિખામણનાં વચનો અને સ્તુત્ય તથા ફિલસૂફીથી ભરપૂર સિદ્ધાંતો, એકલા જૈનસમૂહને ઉપયોગી છે એમ નથી, પરંતુ તે સર્વમાન્ય છે. અને એ સર્વમાન્યતાને લીધે તે જેમ વિશેષ પ્રસિદ્ધિમાં આવે તેમ સારું. શ્રીમદ્ભા સાહિત્ય અંગે એ હકીકત ધ્યાનમાં લેવી ઘટે છે કે શ્રીમદ્ કેવળ શાસ્ત્રપંડિત ન હતા. તેમનું જ્ઞાન આધ્યાત્મિક અનુભૂતિઓ ઉપર આધારિત હતું. શ્રીમદે જે ગદ્ય-પદ્યાત્મક ૧- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314