________________
૨૫૨
સદા ઉપયોગવંત, અપ્રમત્ત તથા નિર્મોહી હતા.
શ્રીમદ્નાં લખાણોની મૌલિકતા, ગંભીરતા, આધ્યાત્મિકતા આદિ જોતાં ખ્યાલ આવે છે કે ચારિત્રઘડતરવિષયક ગુજરાતી અને વિશેષતઃ જૈન સાહિત્યની દૃષ્ટિએ શ્રીમદ્દ્નાં લખાણોનું વિશિષ્ટ મૂલ્ય છે. શ્રીમદ્નાં લખાણોની મહત્તા દર્શાવતાં પંડિત સુખલાલજીએ યોગ્ય જ લખ્યું છે કે –
છેલ્લા ત્રણચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકોની ચોમેરથી અનવરત માગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પોતપોતાની શક્યતા પ્રમાણે આવી માગણીને પહોંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનાંમોટાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધાં વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે એ બધા પ્રયત્નો અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમદ્નાં લખાણો સામે બાલિશ અને કૃત્રિમ જેવું છે.૧
ભગવાન મહાવીરે બોધેલો અધ્યાત્મવાદનો પ્રેરક અને શ્રેયસ્કર ઉપદેશ સમ્યક્ પ્રકારે ગવેષીને તથા સ્વાનુભવસિદ્ધ કરીને તેનો સાર શ્રીમદે પોતાની લાક્ષણિક અનુપમ શૈલીમાં, મુમુક્ષુઓને સુલભ થાય એ રીતે, સરળ ભાષામાં પ્રગટ કર્યો છે. ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત મોક્ષમાર્ગને શ્રીમદે
ઉદ્યોતિત કર્યો છે. તે મોક્ષમાર્ગ તેમના મહાન ગ્રંથમાં સર્વત્ર પ્રકાશી રહ્યો છે.
શ્રીમદે પોતાની તીવ્ર મેધાથી સર્વ દર્શનોના હાર્દને સમજી વીતરાગદર્શનને સંપૂર્ણ સર્વોપરી સિદ્ધ કર્યું છે. જૈન જેવું એકે દર્શન નથી તેમ પ્રમાણપૂર્વક જણાવી, વીતરાગના માર્ગની ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org