________________
(૧૦) ઉપસંહાર
અપ્રતિમ તત્ત્વજ્ઞશિરોમણિ, અપૂર્વ ભાવનિથદશામાં વિચરનાર, અપ્રમત્ત યોગીશ્વર, પરમ વિદેહી, અસીમ કરુણામૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી પોતાનાં ગદ્ય તેમજ પદ્ય દ્વારા તત્ત્વલક્ષી અને સાધનાપ્રધાન સાહિત્યની અમૂલ્ય ભેટ સાધકસમાજને આપી ગયા છે. તેઓ પોતાનાં વચનામૃતોનો જે વિપુલ વારસો મૂકી ગયા છે, તે અનેક જીવોને પોતાનું આત્મકલ્યાણ કરવા માટે બહુ ઉપકારક બન્યો છે, બની રહ્યો છે અને બનશે.
શ્રીમની વાણીમાં એવું દૈવત રહેલું છે કે તે સતુજિજ્ઞાસુઓને સ્વસ્વરૂપની સન્મુખ થવામાં અત્યંત સહાયકારી નીવડે છે. તેમનાં પ્રત્યેક વાક્ય, પ્રત્યેક શબ્દ અધ્યાત્મના રંગથી રંગાયેલાં જોવા મળે છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ સાદંત વાંચી જનાર ઉપર પહેલી છાપ તેમની આધ્યાત્મિકતાની પડે છે. તેમાંનું કોઈ પણ લખાણ જોતાં જણાય છે કે તેમણે અધ્યાત્મ સિવાય બીજી કોઈ વાત કરી નથી. તેમનાં બધાં જ લખાણોમાં આત્મા જ કેન્દ્રસ્થાને રહ્યો છે.
વળી, તેમનાં લખાણોમાંથી કેવળ વૈરાગ્યરસ જ નિરંતર નીતરે છે. તેમના અંતરમાં પ્રગટેલો વૈરાગ્ય આ ગ્રંથમાં પાને પાને અનુભવાય છે. શ્રીમન્નાં લખાણોમાં સર્વત્ર અદ્ભુત ઉદાસીનતાનું દર્શન થાય છે. એનું અધ્યયન કરી આજે પણ અનેક મુમુક્ષુ જીવો પોતાના જીવનને ઉચ્ચ ધ્યેય પ્રતિ વાળી રહ્યા છે.
શ્રીમન્નાં લખાણોમાંથી મુખ્યત્વે જે છાપ ઊઠે છે, તે છે તેમની ક્ષણે ક્ષણની જાગૃતિપૂર્વકની આત્મસાધનાની. આત્મપ્રાપ્તિનો માર્ગ પ્રરૂપતાં જે વચનો તેમણે પ્રકાશ્યાં છે, એમાં એ મહાપુરુષની વિશુદ્ધ દશા પ્રતિબિંબિત થાય છે. સમ્યગ્દષ્ટિવંત શ્રીમનાં લખાણોથી સુપ્રતીત થાય છે કે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org