________________
૨૪૭ છાયા' એવું યથાર્થ નામ આપવામાં આવ્યું છે. તેમાં શ્રીમદુના આત્મામાં રમી રહેલાં વિવિધ વિષયોનાં ચિતનોની છાયા છે, જે જિજ્ઞાસુ જીવને આત્માર્થપોષક છે. શ્રી અંબાલાલભાઈએ આ લખાણો શ્રીમન્ને વંચાવ્યાં હતાં અને શ્રીમદે તેમાં કોઈ કોઈ ઠેકાણે સુધારા કર્યા હતા એમ એક મુમુક્ષુભાઈનું કહેવું છે, એવું ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં નોંધવામાં આવ્યું છે.
‘ઉપદેશ છાયામાં જુદા જુદા વિષયો ઉપર શ્રીમન્ના વ્યક્ત થયેલા વિચારોનો ઉતારો કરવામાં આવ્યો છે. તેમાં પ્રશ્નોઉત્તરોનો સમાવેશ પણ થાય છે. આથી આ વચનોમાં સળંગસૂત્રતાનો અભાવ લાગવો સંભવે છે. ‘ઉપદેશ છાયા'માં ઠેર ઠેર સદ્ગુરુ તથા સત્સંગનો અત્યંત મહિમા દર્શાવવામાં આવ્યો છે. લગભગ પ્રત્યેક પાને પુરુષની ગુણગાથા ગાવામાં આવી છે.
શ્રીમદે આમાં જીવની યોગ્યતા, મતમતાંતરત્યાગ, સમકિતનો મહિમા, દોષ દૂર કરવાના ઉપાય, કેવળ પ્રરૂપિત સિદ્ધાંતો, સદાચારસેવન, અસગુરુ, જ્ઞાની પુરુષની દુર્લભતા, દોષરહિત વતાદિનું પાલન, ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા, જ્ઞાનીદશા, વૃત્તિક્ષય, ગુણસ્થાનક, પ્રમાદ, ચાર કઠિયારાના દૃષ્ટાંતે ચાર પ્રકારના જીવો, સ્વચ્છંદત્યાગ, ઇન્દ્રિયો વશ કરવાનો ઉપાય, જૈન ધર્મની ઉત્તમતા, રાત્રિભોજનના ગેરફાયદા, મુનિના આચાર, પુરુષાર્થ, ખોટાં આલંબનોનો ત્યાગ, માયાથી બચવું, અહંકારત્યાગ, મોક્ષ, બહ્મચર્ય, તપ, સામાયિક, ભગવાનનું સ્વરૂપ, કષાય, મિથ્યાત્વ, દેહનું સ્વરૂપ, દેહાત્મબુદ્ધિત્યાગ વગેરે ઘણા વિષયો વિષે સમજાવ્યું છે. વચ્ચે વચ્ચે આવતાં દૃષ્ટાંતોથી વાંચનનો રસ જળવાઈ રહે છે તથા તે દૃષ્ટાંતોથી સિદ્ધાંતો સમજવા સહેલા થઈ પડે છે, તેથી તે ઉપકારી નીવડે છે. આમ, ‘ઉપદેશ છાયા'માં અનેક વિષયો વિષેના શ્રીમદુના ઉચ્ચ વિચારો જોવા મળે છે, જે દ્વારા વાચકવર્ગને તેમનાં જ્ઞાન તથા અનુભવનો લાભ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org