Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 300
________________ ૨૪૫ કિરતચંદે શ્રીમદ્ના પ્રસંગોની પોતાની સ્મૃતિના આધારે કરેલ નોંધ ઉ૫૨થી લેવામાં આવ્યા છે. તેમાં શ્રીમદ્ની અંગત બાબતો, તત્કાલીન પ્રસંગો, શ્રીમદે સૂચવેલી સશ્રુતની યાદી, વિવિધ ગ્રંથો વિષેના શ્રીમદ્ના અભિપ્રાયો, શ્રીમદે શ્રી મનસુખભાઈના મનનું સમાધાન કરવા માટે તેમને આપેલ માર્ગદર્શન અને તેમને ગ્રંથો વાંચવાની તથા ગ્રંથોનું ભાષાંતર કે વિવેચન કરવાની ભલામણ કરતાં શ્રીમદ્દ્નાં વચનો જોવા મળે છે. તે ઉપરાંત એમાં શ્રી આનંદઘનજી મહારાજના અજિતનાથ ભગવાનના સ્તવનની એક પંક્તિ, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીના ‘યોગશાસ્ત્ર'ના મંગલાચરણનો શ્લોક, આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીના ‘દેવાગમસ્તોત્ર’નું પ્રથમ પદ, આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીના સર્વાર્થસિદ્ધિ’નું પ્રથમ સ્તોત્ર વગેરેની સાર્થ સમજણ આપી છે. એમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી, શ્રી આનંદઘનજી મહારાજ, શ્રી આત્મારામજી વગેરે વિષે પણ લખવામાં આવ્યું છે. ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ છે એમ તે સમયે શ્રી મહીપતરામ રૂપરામ કહેતાલખતા, પરંતુ એક પ્રસંગે વાર્તાલાપમાં શ્રીમદ્રે તેમની પાસે કબૂલ કરાવ્યું હતું કે વાસ્તવમાં જૈન ધર્મ દેશની ઉન્નતિ કરાવનાર છે. તે રસિક વાર્તાલાપ પણ શ્રી મનસુખભાઈની નોંધમાં છે. સર્વ જગ્યાએથી સારી વસ્તુ ગ્રહણ કરવાનો શ્રીમો ગુણ શ્રી નરસિંહ મહેતાના પદમાંથી શ્રીમદે આપેલા અવતરણ ઉપરથી જોઈ શકાય છે. ભાગ ૨૭ થી ૩૧ ખંભાતના મુમુક્ષુ શ્રી ત્રિભુવનભાઈના ઉતારામાંથી લેવામાં આવ્યા છે. તેમાં મન:પર્યવજ્ઞાન, પાંચ ઇન્દ્રિયોના વિષય, વ્રત, મોહ-કષાય, આસ્થા તથા શ્રદ્ધા સંબંધીના વિચારો છે. ભાગ ૩૨માં ‘શ્રી સૂયગડાંગ સૂત્ર'ના આઠમા અધ્યયનની ૨૨ તથા ૨૩મી ગાથાનો અર્થ છે. ૩૩મા ભાગમાં ખંભાતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314