________________
૨૩૯ ચોવીસમાં વર્ષે શ્રીમદ્ શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થયા પછી તેઓ આવાં વચનો ન લખે અને તેથી આ વચનો વિ.સં. ૧૯૪૭ પહેલાં લખાયેલાં હશે.
હાથનોંધ "શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં “આત્યંતર પરિણામ અવલોકન' વિભાગમાં હાથનોંધની ત્રણ ડાયરીઓ આપવામાં આવી છે કે જેમાં શ્રીમન્ની અદ્ભુત વિચારશ્રેણીનું પ્રતિબિંબ ઝિલાયેલું છે. હાથનોંધમાં આંતર નિરીક્ષણથી ઉદ્ભવેલા ઉદ્ગારો સ્વઉપયોગાથે કમરહિત લખાયેલા છે. આ ત્રણ હાથનોંધમાંથી બે ડાયરી વિલાયતના બાંધાની છે. તેમાંથી એક ડાયરીના પૂઠા ઉપર ઈ.સ. ૧૮૯૦નું અને બીજીમાં ઈ.સ. ૧૮૯૬નું કૅલેન્ડર છે. ત્રીજી ડાયરી દેશી બાંધાની છે અને તેમાં કોઈ વર્ષનું કૅલેન્ડર નથી. ઈ.સ. ૧૮૯૬ એટલે વિ.સં. ૧૯પરવાળી હાથનોંધ લખવી શરૂ કર્યા પછી શ્રીમદે નિયમિતપણે તેમાં જ લખ્યું છે એમ નથી, કારણ કે વિ.સં. ૧૯૫રવાળી નવી હાથનોંધ હોવા છતાં ઈ.સ. ૧૮૯૦ અર્થાત્ વિ.સં. ૧૯૪૬વાળી હાથનોંધમાં વિ.સં. ૧૯૫૩નાં લખાણો છે. વળી, ઈ.સ. ૧૮૯૬વાળી હાથનોંધ પૂરી થઈ ગયા પછી દેશી બાંધાવાળી ત્રીજી હાથનોંધ વાપરી છે એમ પણ નથી, કેમ કે ઈ.સ. ૧૮૯૬વાળી ડાયરીમાં ૨૩ પાનાં વાપર્યા છે, બાકીના તમામ કોરાં પડ્યાં છે અને છતાં ત્રીજી ડાયરીમાં કેટલાંક લખાણો થયેલાં છે. ત્રણે હાથનોંધમાં વચ્ચે ઘણાં પાનાંઓ કોરાં છે, જેથી એમ અનુમાન થાય છે કે જ્યારે જે હાથનોંધ હાથમાં આવી હશે, તેને ઉઘાડતાં જે પાનું નીકળ્યું હશે તે પાને શ્રીમદ્ પોતાના વિચારો, અનુભવો લખી લેતા હશે. તેથી આ ત્રણે હાથનોંધમાં મિતિવાર લખાણ નથી અને કેટલાંક લખાણ ઉપર મિતિ છે, તો કેટલાંક ઉપર નથી. આ હાથનોંધમાં સ્વવિચાર ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૮૯-૮૩૩ (આંક-૯૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org