________________
૨૩૮ આ ઉપરાંત શ્રીમદે લોકો સાથે વાતચીત કરતી વખતે પોતે પાળવા ધારેલા નિયમો ટાંક્યા છે. તેમનો જન્મ કૃતાર્થ થવાનો જોગ જણાયાનો ઉલ્લાસ બતાવતી કડી પણ એમાં છે. આ રોજનીશીમાં તેમણે તેમનાં ધર્મપત્નીને ધર્મની આરાધના કરવાનો અનુરોધ કર્યો છે, પોતાના ભાગીદારો સાથે કઈ રીતે વર્તવું તેના નિયમો લખ્યાં છે, પોતાને આવેલ અદ્ભુત સ્વપ્નની ટૂંકમાં નોંધ કરી છે. રોજનીશીમાં તરત સમજી ન શકાય એવી આંકડાની એક યોજના પણ જોવા મળે છે. આ બધાં લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમણે રોજનીશી પોતાના અંગત ઉપયોગ માટે લખી હતી. રોજનીશીનાં લખાણોમાં વિશેષ વિસ્તાર જોવા મળતો નથી, પરંતુ તે અપૂર્ણ છે એવું પણ લાગતું નથી. રોજનીશીના પાને પાને શ્રીમદ્ભો વૈરાગ્ય વ્યક્ત થાય છે.
નોંધબુક એક મુમુક્ષુ તરફથી મળેલી શ્રીમદ્ભા સ્વહસ્તાક્ષરની નોંધબુક “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં આંક ૧૬૦ તરીકે છપાઈ છે. નોંધબુકમાં ૩૧ પાનાં લખાયેલાં છે. તેમાં ખૂબ ઓછાં પાનાં એવાં છે કે જેમાં વધારે લખાણ હોય. અમુક પાના ઉપર તો એકાદ વાક્ય જ છે. આ નોંધબુકમાં મુખ્યત્વે વેદાંતને લગતી વાતો છે. પરમાત્મસૃષ્ટિ, જીવ, હરિ, માયા, પરમાત્માનો અનુગ્રહ, વૈરાગ્યવિવેકાદિ સાધન, ઈશ્વરાશ્રય વગેરેને લગતાં વચનો જોવા મળે છે. આ વચનો વેદાંતના કોઈ ગ્રંથના અનુવાદરૂપે કે ઉતારરૂપે લખાયેલાં હોય એમ લાગે છે.
શ્રીમદે આ નોંધબુક લખવાની કોઈ મિતિ આપી નથી. “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના સંપાદકોએ તેને તેવીસમા વર્ષના લખાણોના પાછળના ભાગમાં મૂકી છે. આમ કરવા પાછળ તેઓની વિચારણા એમ હોઈ શકે વિ.સં. ૧૯૪૭માં ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૩૮-૨૪૧ (આંક-૧૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org