Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 297
________________ ૨૪૨ સમાગમ, રાગ-દ્વેષ, દુઃખ, દુઃખનું કારણ, દુઃખનાં કારણનો ક્ષય, સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાનીદશા પ્રત્યે પ્રમોદ, મતભેદ, આત્મચિંતન, મોક્ષ, મોક્ષમાર્ગ, ગુણસ્થાન આદિનું નિરૂપણ કર્યું છે. આ હાથનોંધમાં શ્રીમદે પોતાના ઉપકારીઓ પ્રત્યે નમસ્કાર વચનો પણ લખ્યાં છે – હે જિન વીતરાગ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો." હાથનોંધ-૩માં કોઈ મિતિ કે કૅલેન્ડર નથી, તેથી તેમાં ક્યારથી લખાણ શરૂ થયું, અને કયા વર્ષ સુધી તેમાં લખાણ થયું, તે નક્કી કરવું વિકટ છે. આ હાથનોંધમાં ૬૦ પાનાં છે, જેમાં લગભગ ૩૨ જેટલાં પાનાં લખાયેલાં છે. તેમાંથી કેટલાંક પાનાં ઉપર બે-ચાર વચનો જ લખાયેલાં છે. મુખ્યત્વે જમણી બાજુનાં પાનાં ઉપર લખાણ થયું છે. ક્વચિત્ ડાબી બાજુનાં પાનાંઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હાથનોંધમાં મુખ્યત્વે જૈન ધર્મનાં તત્ત્વ અને આચાર વિષેનાં વચનો છે. શ્રીમદે તેમાં દેવ-ગુરુ-ધર્મ, જીવ, પરમાણુ, મોક્ષ, કર્મ, આત્મચિંતન, કેવળજ્ઞાન તથા તેની પ્રાપ્તિનો ઉપાય, તપ, બ્રહ્મચર્ય, છ દ્રવ્ય, પોતાના મનોરથ આદિનું નિરૂપણ કર્યું છે. આ હાથનોંધમાં અન્ય ગ્રંથોમાંથી લીધેલાં અવતરણોનો તથા એક આકૃતિનો પણ સમાવેશ થાય છે. વળી, શ્રીમદે દોષોને ઉદ્દેશીને જવાનું તથા ગુણોને ઉદ્દેશીને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૨૪ (હાથનોંધ-૨, ૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314