________________
૨૧૫ કરતાં તે મોહિવકલ્પને અને તેથી સંસારને વિલય થતાં વાર લાગતી નથી.
સંસારની ઉત્પત્તિ અને વિલયનો મર્મ ખુલ્લું કરતી, તત્ત્વજ્ઞાનનો અમૂલ્ય ખજાનો ખોલી આપતી રહસ્યચાવી અપૂર્વ તત્ત્વચમત્કૃતિથી દર્શાવી, શ્રીમદ્ આ કાવ્યની ચૂડામણિરત્નરૂપ અંતિમ ચૌદમી કડીમાં જણાવે છે કે અનંત સુખનું ધામ, જેને સંતજનો નિરંતર ઇચ્છે છે અને રાત-દિવસ તેના જ ધ્યાનમાં નિમગ્ન રહે છે, જે પદ સર્વોત્કૃષ્ટ શાંતિરૂપ અનંત સુધારસથી ભરેલું છે, તે સર્વોત્કૃષ્ટ પદને હું પ્રણામ કરું છું. યોગીઓએ વરેલું પસંદ કરેલું એવું તે પરમપદ ત્રિકાળ જયવંત વર્તો!!
-
આમ, આ કાવ્યમાં શ્રીમદ્નો જ્ઞાનપ્રકાશ નિહાળી શકાય છે અને તેમની ઉચ્ચ આત્મદશાનો ખ્યાલ આવે છે. અપૂર્વ તત્ત્વકળાથી રચેલું આ અર્થગંભીર કાવ્ય જગતમાં જ્ઞાન-ઉદ્યોત રેલાવે છે. અનુપમ સંદેશો આપનાર આ અંતિમ કાવ્યની પ્રત્યેક કડી એકબીજા સાથે સંકળાયેલી હોવા છતાં સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બની શકે તેવી છે. ખરેખર, આ અદ્ભુત કૃતિ શ્રીમદ્દે મુમુક્ષુજનોને આપેલો ભવ્ય ૫રમાર્થવારસો છે.
શ્રીમદ્નાં લગભગ બધાં કાવ્યોમાં જૈન તત્ત્વજ્ઞાન નિરૂપાયેલું છે. તે કાવ્યો ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી પ્રત્યેક વખતે નવીનતાનો અનુભવ થાય છે. તેમનાં કાવ્યોમાં તેમના પરમ પ્રજ્ઞાતિશયના ચમત્કારો સર્વત્ર ઝળહળે છે. મોક્ષમાર્ગનો નિર્મળ, શુદ્ધ બોધ અક્ષરે અક્ષરે નિર્ઝરે છે. પરમાર્થ-પુષ્કરાવર્ત મેઘ સમ શ્રીમદે વરસાવેલો ઉપદેશ પરમ પુરુષાર્થપ્રેરક અને અપૂર્વ માર્ગદર્શક છે.
શ્રીમદ્નાં કાવ્યોમાં કવિત્વના ચમત્કારો પણ ઠે૨ ઠે૨ જોવા મળે છે. શબ્દોની સ૨ળ ભાવવાહી રચના, ગેય છંદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org