________________
૨૧૯ છઠ્ઠા અધ્યયનની ગાથા ૯ થી ૩૬નું “સંયતિ ધર્મ' શીર્ષક નીચે ભાષાંતર કર્યું હતું. શ્રીમદે ચોથા અધ્યયનના કરેલા ભાષાંતરમાં યત્ના, સંયમ, જીવાજીવનું સ્વરૂપ જાણવાથી માંડીને સિદ્ધદશા સુધીના વિકાસક્રમ આદિનું વર્ણન છે. છઠ્ઠા અધ્યયનના ભાષાંતરમાં મુનિએ પાળવા યોગ્ય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહના આચારો; રાત્રિભોજનત્યાગની આવશ્યકતા તથા પૃથ્વીકાય, જળકાય અને અગ્નિકાય જીવોની રક્ષાનું નિરૂપણ છે. મૂળ અર્ધમાગધી ભાષામાં જે રહસ્ય છે, તે ટૂંકામાં તેવી જ ગંભીર ભાવદર્શક રહસ્યાત્મક ભાષામાં, વાંચનારને મૂળ ગાથાઓની આપોઆપ સ્મૃતિ થાય તેવી રીતે ગુજરાતીમાં ભાષાંતર થયું છે. શાસ્ત્રની સૂત્રાત્મક શૈલી સાચવીને, પરમાર્થ ઉપર લક્ષ રાખીને સંથકારના હૃદયની વાત આલેખવાની શ્રીમની શૈલી પ્રશંસનીય છે.
જ્ઞાનાર્ણવના કેટલાક શ્લોકોનો અનુવાદ
આચાર્યશ્રી શુભચંદ્રજીએ સંસ્કૃત ભાષામાં જ્ઞાનાર્ણવ' નામનો ગ્રંથ લખ્યો હતો. વિ.સં. ૧૯૪૬માં શ્રીમદે આ ગ્રંથના ત્રીજા પ્રકરણના શ્લોક ૧ થી ૧૨નો શબ્દશ: અનુવાદ કર્યો હતો. શ્રીમદે કરેલા ૧૨ શ્લોકના અનુવાદમાં મનુષ્યજન્મની દુર્લભતા તથા મહત્તા, ધર્માદિ ચાર પુરુષાર્થમાં મોક્ષપુરુષાર્થની ઉત્કૃષ્ટતા, મોક્ષનું સ્વરૂપ, મોક્ષનું સાધન, ધ્યાનનો ઉપદેશ આદિ વિષયોનું નિરૂપણ છે. વાંચનારને મૂળ શ્લોકોનો અર્થ સરળતાથી સમજાઈ જાય તેવો સુંદર અનુવાદ શ્રીમદે કર્યો છે.
પંચાસ્તિકાયનો અનુવાદ અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. આકાશના જેટલા ભાગને એક પુદ્ગલપરમાણુ રોકે તેટલા ભાગને પ્રદેશ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૨૯-૨૧૦ (આંક-૧૦૨) ૨- એજન, પૃ.૫૮૬-પ૯૫ (આંક-૭૬૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org