________________
૨૨૨
સ્વરોદય જ્ઞાન ઉપરની ટીકા`
શ્રીમદ્દ્ની અધ્યાત્મવૃત્તિના કારણે તેમની અભિરુચિ સહેજે આધ્યાત્મિક પુરુષોનાં વચનો પ્રત્યે પ્રવર્તતી હતી. તેમણે વિ.સં. ૧૯૪૩ના કારતક માસમાં શ્રી ચિદાનંદજી મહારાજે લખેલા ‘સ્વરોદય જ્ઞાન’ના રહસ્યને પ્રગટ કરતી ટીકા લખી હતી, જે અપૂર્ણ મળે છે. તેમણે પ્રસ્તાવનામાં અર્ધ હિંદી તથા અર્ધ ગુજરાતી ભાષામાં લખાયેલા ‘સ્વરોદય જ્ઞાન'ની રચના પાછળનો શ્રી ચિદાનંદજી મહારાજનો હેતુ બતાવ્યો છે અને તે પછી ચિદાનંદજી મહારાજના જીવનની ટૂંકી રૂપરેખા તથા તેમની ઉચ્ચ આત્મદશાનું વર્ણન કર્યું છે. આ રૂપરેખા અપૂર્ણ મળે છે. વળી, જેટલા દોહરા વિષે લખાણ મળે છે તે પણ સળંગ નથી. જે દોહરા વિષે લખાણ મળે છે તેમાંથી કેટલાક શરૂઆતના ભાગના છે, કેટલાક મધ્ય ભાગના છે, તો કેટલાક અંત તરફના છે. તેથી આ ટીકા તેમણે સાદ્યંત લખી હશે કે કેમ તેનો ખ્યાલ આવી શકતો નથી. શ્રીમદે શરૂઆતમાં બે દોહરાનો શબ્દાર્થ સમજાવ્યો છે. પછીના દોહરામાં ભાવાર્થ આપ્યો છે. જે રીતે દોહરાનો મર્મ પ્રકાશવામાં આવ્યો છે તે ઉપર વિચારતાં એમ લાગે છે કે જો શ્રીમદ્નું વિવેચન પૂર્ણ સ્વરૂપમાં પ્રાપ્ત થયું હોત તો સ્વરોદય જ્ઞાન' ગ્રંથના અભ્યાસમાં તે વિવેચન ખૂબ ઉપયોગી થઈ શક્યું હોત.
જીવતત્ત્વસંબંધી વિચાર
‘નવતત્ત્વ પ્રકરણ'ની ત્રીજી ગાથા ઉપર શ્રીમદે વીસમા વર્ષે ‘જીવતત્ત્વસંબંધી વિચાર' એ શીર્ષક નીચે ટીકા લખી છે, g અપૂર્ણ છે. તે ગાથામાં જીવના પ્રકાર બતાવવામાં આવ્યા છે
જીવો ચેતનરૂપે એક પ્રકારના, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના, વેદરૂપે ત્રણ પ્રકારના, ગતિના ભેદ વડે ચાર પ્રકારના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૫૯-૧૬૩ (આંક-૨૨) ૨- એજન, પૃ.૧૬૩-૧૬૪ (આંક-૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org