________________
(૭) સ્વતંત્ર બોધવચનમાળાઓ
શ્રીમદે પુષ્પમાળા', “બોધવચન', “મહાનીતિ', “વચનામૃત' વગેરે જુદાં જુદાં શીર્ષક નીચે લગભગ ૧૧૧૬ જેટલાં નીતિવચનો લખેલાં છે. તેમાં આચાર, વિચાર, નીતિ, સરળતા, વિવેક આદિ વિષયો ઉપરનું તેમનું ચિંતન જોવા મળે છે. તેમાંનાં કેટલાંક વચનો શિખામણરૂપે છે, કેટલાંક બોધરૂપે છે, તો કેટલાંક વ્યાખ્યારૂપે છે. તે સર્વમાં શ્રીમનો ધર્મનો રંગ પ્રગટ થાય છે. આ બોધવચનમાળાઓનું સંક્ષેપમાં અવલોકન કરીએ.
પુષ્પમાળા શ્રીમદે સત્તરમા વર્ષ પૂર્વે ૧૦૮ સૂત્રોથી ગૂંથેલી - ૧૦૮ મણકા પરોવેલી મંગલમયી “પુષ્પમાળા'નું સર્જન કર્યું છે. તેમાં જીવનમાં ઉપયોગી થાય એવા ૧૦૮ સુવાક્યો આપવામાં આવ્યાં છે. ધર્મ, દયા, પવિત્રતા, ન્યાયસંપન્નતા, સુનીતિ, ભક્તિ, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, પશ્ચાત્તાપ, સહનશીલતા, વ્યસનમુક્તિ, પાપભીરુતા, સદાચાર, સમયની અમૂલ્યતા, સરળતા, મિતાહાર, વૈરત્યાગ, નિરભિમાનતા, ગુરુ આદિનું બહુમાન, આત્મનિરીક્ષણ, દોષનિવૃત્તિ આદિ વિવિધ વિષયોને સૂત્રિત કરતી, સુંદર સુમધુર શિષ્ટ ભાષામાં ગૂંથેલી આ સૂત્રમય ‘પુષ્પમાળા' પુષ્પની જેમ શીલસૌરભથી મઘમઘે છે. શ્રીમદે તેમાં પ્રાતઃકાળથી માંડી શયનકાળ પર્વતની સંપૂર્ણ દિનચર્યાનું અનુપમ વિધાન કર્યું છે. તેમણે “આજનો દિવસ સુયોગ્ય રીતે પસાર થાય તે અર્થે સુંદર વિચારો દર્શાવ્યા છે.
* શ્રીમદે જુદી જુદી કક્ષાઓના માનવની શી ફરજ છે તે પણ બતાવ્યું છે. તેમણે ત્યાગી, રાજા, વકીલ, શ્રીમંત, બાલ, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, કવિ, ભાગ્યશાળી, ધર્માચાર્ય, અનુચર, દુરાચારી, કારીગર, અધિકારી - એમ સર્વ કોઈને ઉદ્દેશીને સમુચિત ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩-૮ (આંક-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org