Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
View full book text
________________
૨૩૩ વિધેયાત્મક, અર્થાત્ જીવે શું કરવું જોઈએ અને કેટલાંક નિષેધાત્મક, અર્થાત્ જીવે શું ન કરવું જોઈએ એમ બન્ને પ્રકારનાં વચનો છે. આ વચનોમાં શ્રીમદે રસત્યાગ, નિરભિમાનતા, દ્વેષબુદ્ધિત્યાગ, મતમતાંતરત્યાગ, સંકલ્પ-વિકલ્પત્યાગ, સમદષ્ટિ, કાયોત્સર્ગ, નિર્ભયતા, આત્મહિત, પરિમહત્યાગ, સિદ્ધના સુખની
સ્મૃતિ, અપ્રમાદભાવ, યત્ના, વિકારનો ઘટાડો, સપુરુષનો સમાગમ, સમયનો દુરુપયોગ ન કરવો, આર્નરૌદ્રધ્યાનત્યાગ, પશ્ચાત્તાપ, બાર ભાવનાઓનું ચિંતવન, સ્વદ્રવ્ય-પદ્રવ્ય આદિ અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે. આ વચનોમાં જીવની આંતરિક પરિસ્થિતિ ઉપર વિશેષ ભાર મુકાયો છે.
મહાનીતિ (વચન સપ્તશતી) શ્રીમદે વીસમે વર્ષે મહાનીતિ'માં ૭૦૦ બોલ લખ્યા છે, જે વચન સપ્તશતી' નામે પણ પ્રસિદ્ધ છે. તેમાં ૧૨ જેટલાં વચનો અનુપલબ્ધ છે. આ વચનોમાં વિધેયાત્મક અને નિષેધાત્મક એમ બન્ને પ્રકારનાં વચનો છે. આ “મહાનીતિ'માં કેટલાંક મુનિને લગતાં, કેટલાંક ઉપદેશકને લગતાં, કેટલાંક બહ્મચારીને લગતાં, કેટલાંક ગૃહસ્થને લગતાં, કેટલાંક વિધવા કે સધવા સ્ત્રીને લગતાં, કેટલાંક પતિને લગતાં, કેટલાંક પિતાને લગતાં, કેટલાંક રાજાને લગતાં, તો કેટલાંક સર્વ સામાન્ય જીવને લાગુ પડતાં વચનો છે. કેટલીક જગ્યાએ વચનો કોને લગતાં છે તેનો ઉલ્લેખ શ્રીમદે વચનની બાજુમાં કૌંસમાં કર્યો છે. કેટલાંક વચનો સ્વસંબોધનરૂપ છે.
‘મહાનીતિ'માં શ્રીમદે સત્ય, પ્રમાદત્યાગ, નિયમિતતા, વિકારત્યાગ, રાત્રિભોજનત્યાગ, અતિથિસન્માન, ભક્તિ, તૃષ્ણાત્યાગ, માતા-પિતા સાથે વર્તન, ચાલ, વસ્ત્ર, જળનો ઉપયોગ, વ્રતની સંભાળ, વિનય, મૃત્યુ, ક્ષમા, વત્સલતા, નીતિ, હૃદયવચન-કાયા, પ્રપંચત્યાગ, વેપાર, જમણ, વાંચન, દયા, નિંદાત્યાગ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૩૬-૧૫૫ (આંક-૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/4d6d5ee5d5852bf506d528958dab5cd56c97ba0458c3ae01d8f1f7ad5275c28b.jpg)
Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314