________________
૨૨૯ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં કેટલાક શીર્ષક વિનાના લેખો પણ મળે છે. આંક ૭૫૫ તરીકે છપાયેલ લેખમાં દુઃખ, દુઃખનું કારણ, દુઃખક્ષયનો ઉપાય, સમ્યગ્દર્શનની મુખ્યતા, મહાત્માઓના યોગની દુર્લભતા, તેમના નિત્ય સંગ માટે સર્વસંગત્યાગ અને ન બને તો દેશયાગ, વીતરાગધ્રુતનો ઉપકાર, દ્વાદશાંગી, મતભેદ, વીતરાગદર્શનની ઉત્તમતા આદિ વિષે તલસ્પર્શી વિચારણા છે. તે પછી લેખ અપૂર્ણ રહ્યો છે. આ અપૂર્ણ લેખ પણ દુઃખનિવૃત્તિઉપાયરૂપ અનન્ય વીતરાગમાર્ગની દિશાનું દર્શન કરાવવાને પર્યાપ્ત છે. આંક ૭૫૯ના અપૂર્ણ લેખમાં પ્રાણીમાત્રના દુઃખમુક્તિના પ્રયત્ન, તે પ્રયત્નોની નિષ્ફળતા અને તેનું કારણ તથા છ કાયના જીવોનું વર્ણન છે. આંક ૭૬૦ના લેખમાં જીવલક્ષણ, સંસારી તથા સિદ્ધ જીવ અને કર્મ વિષે; આંક ૭૬૨ના લેખમાં મોક્ષ, મોક્ષમાર્ગ, રત્નત્રય આદિ વિષે; આંક ૭૬૩ના લેખમાં ધ્યાન, નિર્જરા આદિ વિષે; આંક ૭૬૪ના લેખમાં દેવ-ગુરુ-ધર્મ, ચાર અનુયોગ વિષે અને આંક ૭૬૫ના લેખમાં અતિ સંક્ષિપ્ત મુદ્દાઓનું લખાણ છે. આ મુદ્દાઓ ઉપરથી તેમણે ગ્રંથ લખવાની યોજના કરી હોય એમ અનુમાન કરી શકાય છે.
- શ્રીમના આ લેખોમાં અર્થગંભીર વિચારણા થયેલી છે. એમાં કથાતત્ત્વ આદિ જોવા મળતાં નથી. જેમ જેમ શ્રીમની ઉદાસીનતા વધતી ગઈ હતી, તેમ તેમ તેમનાં લખાણમાંથી કથાતત્ત્વાદિ લુપ્ત થતાં ગયાં હતાં અને લેખો અપૂર્ણ રહેવા લાગ્યા હતા. કોઈ સમયે ચાલુ કરેલો લેખ છોડી દેવાતો અને પછી તે પૂરો ન થતો, ત્યાં વળી બીજો વિકલ્પ આવે ત્યારે બીજો લેખ શરૂ થતો, તેવું ઘણી વાર બનતું; અને તેથી ઘણી ગદ્યકૃતિઓ અપૂર્ણ રૂપમાં જ ઉપલબ્ધ થાય છે.
આમ, વિ.સં. ૧૯૫૩ની સાલમાં કોઈ મોટા ગ્રંથના પ્રયોગાત્મક કે પ્રારંભિક સ્વરૂપ જેવા લેખો જોઈ શકાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org