________________
૨૨૮
નિઃસ્વાર્થ ગુરુ, કર્મ, સમ્યગ્દષ્ટિ વગેરે અંગેના નિર્મળ સિદ્ધાંતોનું મનન કરતાં તેને તે સિદ્ધાંતો સંસારમાર્ગ અને મુક્તિમાર્ગ બન્ને પક્ષે શ્રેયસ્કર લાગ્યા હતા અને પછી તેણે ‘નવકાર સ્તોત્ર’ને સંભાર્યો હતો. તેને વૈરાગ્યવાન અને જૈનધર્માસ્તિક થયેલો જોઈને નાગે તેને જીવતો જવા દીધો હતો. જીવનદાન આપનાર જૈન ધર્મનો ઉપકાર માની તે સુંદર બાગમાં બિરાજમાન મુનીશ્વરનાં દર્શન કરવા ગયો હતો અને જૈન ધર્મનો અનુપમ બોધ આપવા વિનંતી કરી હતી. તે પછીથી લેખ અપૂર્ણ રહ્યો છે. આ લેખમાં શ્રીમદે જૈન ધર્મના સિદ્ધાંતોનો બોધ કથાના સ્વરૂપમાં આપ્યો હોવાથી વાચક માટે તે રોચક બને છે.
‘જૈનમાર્ગ વિવેક’૧ નામના ૮-૧૦ પંક્તિ પછી અપૂર્ણ રહેલ લેખમાં શ્રીમદે જૈન માર્ગનું નિરૂપણ કર્યું છે. તેમાં જીવ અને અજીવ એ બે તત્ત્વોનું અસ્તિત્વ સ્પષ્ટતાથી જણાવ્યા પછી જીવતત્ત્વ વિષેની વિચારણા રજૂ કરી છે.
‘મોક્ષસિદ્ધાંત’૨ નામના અપૂર્ણ લેખમાં તેમણે શાસ્ત્રકારોની શૈલી પ્રમાણે આદિમાં પ્રયોજન, સંબંધ, અભિધેય પ્રકાશી, વીતરાગપ્રવચનને તથા પંચ પરમેષ્ઠીને ભાવપૂર્ણ નમસ્કાર કરી, તીર્થંકરોના ઉપકારોને સંભાર્યા છે. તે પછી શ્રી મહાવીર ભગવાનપ્રણીત માર્ગની વર્તમાન પરિસ્થિતિ તથા મતમતાંતરની વિચારણા કરી છે અને પ્રવર્તી રહેલા તુચ્છ મતભેદો પ્રત્યે સાચી શાસનદાઝથી ખેદ દર્શાવી, આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
‘દ્રવ્યપ્રકાશ’ૐ નામના અપૂર્ણ લેખમાં તેમણે ‘દ્રવ્યસંગ્રહ'માં નિરૂપિત ત્રણ વિભાગનું સંક્ષેપમાં દિગ્દર્શન કર્યું છે, ષદર્શન વિષે સંક્ષેપમાં લખ્યું છે અને પંચાસ્તિકાય’ના અમુક ભાગની ટૂંકાણમાં વિચારણા કરી છે.
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૮૦ (આંક-૭૫૬) ૨- એજન, પૃ.૫૮૦-૫૮૨ (આંક-૭૫૭) ૩- એજન, પૃ.૫૮૨ (આંક-૭૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org