________________
૨૨૬
આમ, શ્રીમદે કરેલાં પરમાર્થગંભીર વિવેચનો ગુણની દૃષ્ટિએ એટલાં મહત્ત્વનાં છે કે કોઈ પણ વિવેચકને તે માર્ગદર્શક થવાની યોગ્યતા ધરાવે છે. વિવેચનોમાં તેમનું ગદ્ય ઉપરનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે. ભાષા સરળ છે અને કર્તાએ મૂકેલ ગૂઢ રહસ્યને તેમાં સ્ફુટ કરવામાં આવ્યું છે. આ વિવેચનો જોતાં વસ્તુને ઊંડાણથી સમજાવવાની શ્રીમદ્દ્ની અસાધારણ શક્તિનો પરિચય થાય છે અને તેમની આધ્યાત્મિકતામાંથી તે જન્મ્યાં હોય એવી પ્રતીતિ થાય છે.
Jain Education International
* * *
For Private & Personal Use Only
www.jainelibrary.org