________________
૨૨૫ પ્રાસ્તાવિક લખાણમાં તેમણે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ, અહંત ભગવાનનું સ્વરૂપ તથા તેમનું વિશેષ ઉપકારીપણું, ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનના લાભ આદિનું વર્ણન કર્યું છે. વીતરાગભક્તિનો મહાન પરમાર્થ-આશય પ્રકાશનાર આ પ્રાસ્તાવિક લખાણ અપૂર્ણ રહેલું છે.
પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનનું સ્તવન શ્રીમદે વીતરાગ સ્તવના' શીર્ષક નીચે સમજાવ્યું છે. તેમાં શ્રી ઋષભજિન જ સાચા પતિ છે, પતિનો વિયોગ ન થાય તે અર્થે કરવામાં આવતા ઉપાય, આત્મ-અર્પણતા કપટરહિત થવી જોઈએ, ચિત્તપ્રસન્નતા ઉત્કૃષ્ટ પૂજા છે આદિની સમજણ આપી છે. આ સ્તવનની બીજી કડીની સમજૂતી જોવા મળતી નથી. બીજા સ્તવનની બે કડીઓ તેમણે સમજાવી છે, જેમાં શ્રી અજિતનાથ ભગવાનના નામનો અર્થ, પુરુષાર્થરહિત હોવાથી પોતાના “પુરુષ' નામની અયથાર્થતા, મોક્ષમાર્ગ પામવા માટે દિવ્ય નેત્રની આવશ્યકતા આદિ દર્શાવ્યાં છે.
આ મનનીય વિવેચનની ભાષા વિનયપૂર્ણ અને ભાવવાહી છે. શ્રીમદે આ વિવેચન એટલું સરળ અને સચોટ કર્યું છે કે એમ લાગ્યા વિના રહેતું નથી કે જો તેમણે આનંદઘનચોવીસીનું પૂર્ણ વિવેચન કર્યું હોત તો એક બહુમૂલ્ય ગ્રંથની જગતને ભેટ મળી હોત. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે –
કોઈ મહા બુદ્ધિશાળી ભવ્ય જીવને સ્તવનોનું વિવેચન લખવું હોય તો આદર્શરૂપ આ બંને સ્તવનોનું વિવેચન છે. શ્રી આનંદઘનજીના હૃદયમાં રહેલા અપ્રગટ વિચારો ઉકેલવાની કળા એ વિવેચનોમાં વાંચનારને ચકિત કરી નાખે તેવા રૂપે પ્રગટ પ્રદર્શિત થયેલી છે.૧ ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા',
આઠમી આવૃત્તિ, પૃ.૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org