________________
(પ) ભાષાંતરો અને વિવેચનો
ભાષાંતરો
શ્રીમદ્ગી ગદ્યકૃતિઓમાં જૈન સૂત્રો અને શાસ્ત્રોમાંથી તેમણે કરેલા અનુવાદોનો પણ સમાવેશ થાય છે. તેમણે થોડાઘણા ફેરફાર સાથે ભાષાંતર કર્યું હોવા છતાં મૂળ કૃતિ વાંચતાં હોઈએ તેવી સ્વાભાવિકતા તેઓ લાવી શક્યા છે. તેમણે રત્નકરંડશ્રાવકાચાર'ની ટીકાના અમુક ભાગનો અનુવાદ 'દ્વાદશાનુપ્રેક્ષા' શીર્ષક નીચે, “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬મા અધ્યયનના કેટલાક શ્લોકોનો અનુવાદ “જીવાજીવ વિભક્તિ' શીર્ષક નીચે, “શ્રી દશવૈકાલિક સૂત્ર'ના બે અધ્યયનની કેટલીક ગાથાઓનો અનુવાદ “સંયતિ ધર્મ' શીર્ષક નીચે કર્યો છે. તદુપરાંત તેમણે “જ્ઞાનાર્ણવ'ના કેટલાક શ્લોકોનું, “પંચાસ્તિકાય'નું તથા દ્રવ્યસંગ્રહ'ની કેટલીક ગાથાઓનું ભાષાંતર પણ કર્યું છે. આ ભાષાંતરોનું સંક્ષેપમાં અવલોકન કરીએ.
- દ્વાદશાનુપ્રેક્ષા પ્રસિદ્ધ આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીએ વિક્રમની બીજી સદી આસપાસ “રત્નકરંડશ્રાવકાચાર' નામનો શ્રાવકના આચારોનું નિરૂપણ કરતો સંસ્કૃત ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથ ઉપર વિક્રમની વીસમી સદીમાં પંડિત સુખદાસજીએ હિંદીમાં વિસ્તૃત ટીકા લખી હતી. તેમાં સમ્યક્ત્વનાં આઠ અંગ, બાર ભાવના, સમાધિમરણ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. તેમાંથી શ્રીમદે ‘દ્વાદશાનુપ્રેક્ષા' શીર્ષક નીચે બાર ભાવનાઓનું ભાષાંતર કરવાનું શરૂ કર્યું હતું અને અનિત્ય, અશરણ એ બે ભાવનાઓનો સંપૂર્ણ અનુવાદ તથા સંસારભાવનાનો થોડો અનુવાદ કર્યો હતો.
આ ભાષાંતરની શરૂઆતમાં બાર ભાવનાઓનાં નામ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૫-૨૨ (આંક-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org