________________
૧૯૦ કળશરૂપ સર્વ મુમુક્ષુઓને માર્ગદર્શક થઈ પડે એવો પંદર ગાથાનો અત્યંત મનનીય ઉપસંહાર રચ્યો છે. તેમાં મુમુક્ષુ જીવોના હિતાર્થે પડવાનાં સ્થાનકો સ્પષ્ટતાથી દર્શાવી શ્રીમદે પરમ ઉપકાર કર્યો છે. છ પદમાં છએ દર્શનો સમાય છે અને તેનો વિસ્તારપૂર્વક વિચાર કરવાથી સમ્યગ્દર્શનનાં આ ષસ્થાનકમાં નિઃશંકતા પ્રાપ્ત થાય છે એમ જણાવ્યા પછી શ્રીમદે આત્મભ્રાંતિરૂપ મહાવ્યાધિની સંપૂર્ણ ચિકિત્સા બતાવી, પુરુષાર્થ દ્વારા પરમાર્થ સાધવાની પ્રેરણા કરી છે. તેમણે નિશ્ચય અને
વ્યવહારના સમન્વયપૂર્વક પ્રવર્તવાની શીખ આપી, વ્યવહારનો કે નિશ્ચયનો એકાંતે આગ્રહ ન કરવાની ચેતવણી આપી છે. વળી, તેમણે સિદ્ધપદની પ્રાપ્તિ માટે ઉપાદાન-નિમિત્તની સંધિરૂપ માર્ગનું પ્રતિપાદન કર્યું છે તથા એકાંતે ઉપાદાનનું નામ લઈ નિમિત્તને તજનાર જીવની અવદશાનું દર્શન કરાવ્યું છે. અંતરમાં ભરપૂર મોહ હોય અને જ્ઞાનની માત્ર વાતો કરે તો જ્ઞાનીની આશાતના થાય છે એમ બતાવી તેમણે મુમુક્ષુનાં અને જ્ઞાનીનાં કસોટીમૂલક લક્ષણ બતાવ્યાં છે. આ શાસ્ત્રની ઉપાંત્ય ગાથામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું મંગલ ફળ બતાવી તેમણે કહ્યું છે કે પ્રથમ પાંચ પદ વિચારીને મોક્ષોપાયરૂપી છઠ્ઠા પદને સમ્યકપણે આરાધનાર નિઃશંકપણે પાંચમું પદ - મોક્ષપદ પામશે. અંતિમ ગાથામાં તેમણે દેહધારી કિંતુ વિદેહીદશાવાન એવા જ્ઞાનીપુરુષના ચરણકમળમાં વંદન કરી, અંત્ય મંગલ કરી, આત્માત્થાનમાં પરમ અવલંબનભૂત એવા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પૂર્ણાહુતિ કરી છે.
આમ, મોક્ષમાર્ગના પ્રણેતા શ્રીમદે માત્ર ૧૪૨ ગાથાઓમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાવ્યો છે. અન્ય ગ્રંથોમાં જે તત્ત્વજ્ઞાનનું વિસ્તારથી વિવેચન છે તેનો સાર અત્યંત સરળ ભાષામાં નિરૂપી, જિજ્ઞાસુ જીવો ઉપર તેમણે મહાન ઉપકાર કર્યો છે. આત્માનું સાચું સ્વરૂપ શું છે એનું પ્રતીતિજનક નિરૂપણ તથા પ્રદર્શનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org