________________
૧૯૬
બિના નયન પાવે નહીં
૨
શ્રીમદે‘બિના નયન પાવે નહીં' ઇત્યાદિ કેટલીક રચનાઓ હિંદી ભાષામાં કરી છે. ‘આંધળાને સમ્યગ્દર્શન ન થાય' તેવી ચર્ચા કરનારને ચેતવણી આપવા શ્રીમદે ‘બિના નયન પાવે નહીં' પદની રચના કરી ૧૯૪૭ના અષાઢ માસમાં ગુરુગમની કાવ્ય શ્રી સૌભાગ્યભાઈને મોકલ્યું હતું. છે. એમાં શ્રીમદે ગુરુગમનો અનન્ય મહિમા સંકીર્તન કર્યો હોવાથી તે સૌને ઉપયોગી થાય તેવું છે.
હતી. તેમણે વિ.સં. ગૌરવગાથા ગાતું આ આ કાવ્ય છ દોહરાનું
શ્રીમદ્ આ કાવ્યમાં જણાવે છે કે બાહ્ય ચક્ષુથી અગોચર એવો શુદ્ધાત્મા અંતર્ચક્ષુ વિના પ્રાપ્ત કરી શકાતો નથી. તે અર્થે તત્ત્વલોચનદાયક સદ્ગુરુના ચરણની ઉપાસના કરવા યોગ્ય છે. આત્મસાક્ષાત્કારની ખરી તૃષા લાગી હોય તો તેને છિપાવવાનો અનાદિ કાળથી એક જ ઉપાય છે કે સદ્ગુરુ પાસેથી ગુરુગમની પ્રાપ્તિ કરવી. આ ઉપાય તે કલ્પિત નથી, તેમજ મિથ્યા પણ નથી. અનેક પુરુષો આ પંચમ કાળમાં પણ તે ઉપાય દ્વારા શાશ્વત, અખંડ એવા આત્મસ્વરૂપને પામ્યા છે. જ્ઞાનીનો દેશ, અર્થાત્ તેમનું નિવાસસ્થાન આત્મામાં હોવાથી તે સર્વથી ન્યારું, અગમ, અગોચર છે. અસંગદશામાં વર્તતા જ્ઞાની ઉપદેશ આપે તો તે યોગ્ય છે, અન્ય સર્વનું કર્તવ્ય એ છે કે જે પ્રકારે પોતાનો આત્મા શુદ્ધ થાય તે પ્રકારે જ્ઞાનીનો ઉપદેશ ગ્રહણ કરવો અને બીજાને ઉપદેશ ન આપવો. વળી, જ્યાં સુધી જીવને સદ્ગુરુની અનુપમ કૃપા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેનાં જપ, તપ, વ્રતાદિ સર્વ સાધન ભ્રમરૂપ છે, આત્મત્ક્રાંતિ વધારનારાં થાય છે. ગુરુકૃપા પ્રાપ્ત કરવા જીવે પોતાનો સ્વચ્છંદ મૂકીને સદ્ગુરુનું અવલંબન ગ્રહણ કરવા યોગ્ય છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૨ (પત્રાંક-૨૫૮) ૨- ‘બોધામૃત’ ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org