________________
૨૦૩ જડ-ચેતનના સંયોગરૂપ આ ખાણ - આ વિશ્વ અનાદિઅનંત છે, તેનો કોઈ કર્તા નથી એમ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, તેમ નાશ પામતું નથી એ અનુભવથી સિદ્ધ છે એમ જિનવર ભાખે છે. જે પદાર્થનું અસ્તિત્વ છે તેનો કદાપિ નાશ નથી થતો અને જેનું અસ્તિત્વ નથી તે દ્રવ્ય ઉત્પન્ન થવું સંભવતું નથી. એક સમય માટે જે દ્રવ્ય અસ્તિત્વ ધરાવે છે તે દ્રવ્ય સર્વ સમય અસ્તિત્વરૂપે રહેવાનું છે, માત્ર તેની અવસ્થાઓ બદલાય છે. આ પ્રમાણે દર્શાવી, અંતે શ્રીમદ્ પરમ પુરુષ સદ્ગુરુ ભગવાન જેઓ પરમ જ્ઞાન અને સુખનું ધામ છે અને જેમણે સ્વરૂપનું ભાન કરાવ્યું છે, તેમને પરમ ભક્તિથી પ્રણામ કરે છે. આમ, શ્રીમદે આ કાવ્યમાં સરળ ભાષામાં અને સુંદર શૈલીથી દ્રવ્યાનુયોગની વિચારણા રજૂ કરી છે. જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો
“જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો' એ ધ્રુવપદથી શરૂ થતા આ કાવ્યમાં શ્રીમદે તાત્ત્વિક જ્ઞાનનું જૈન પરિભાષામાં નિરૂપણ કર્યું છે. જ્ઞાનનું વિશદ સ્વરૂપ પ્રકાશતા હરિગીત છંદમાં રચાયેલ આ કાવ્યની ત્રણેક પંક્તિ મળતી નથી.
આ કાવ્યમાં સરળ અને ઉપદેશાત્મક ભાષામાં શ્રીમદ્ જણાવે છે કે જો જીવ નવ પૂર્વ ભણેલો હોય, પરંતુ આત્મસ્વરૂપને જાણ્યું ન હોય તો આગમશાસ્ત્રોમાં તેને અજ્ઞાન જ કહ્યું છે. જીવ દોષરહિત થઈ નિર્મળ બને એ હેતુથી ભગવાને પૂર્વ, એટલે કે શાસ્ત્રો પ્રકાશ્યાં છે. શાસ્ત્રાભ્યાસ દ્વારા જીવ બહિર્મુખદષ્ટિ ટાળી અંતર્મુખ થાય તો જ તે સમ્યકજ્ઞાન પામ્યો કહેવાય. તેથી ગ્રંથમાં જ્ઞાન નથી, કવિચાતુર્ય એ જ્ઞાન નથી, મંત્ર-તંત્ર એ જ્ઞાન નથી, ભાષા એ જ્ઞાન નથી; પણ જ્ઞાન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૭-૨૯૮ (આંક-૨૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org