________________
૨૦૨ છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષનો હેતુ છે."
જડ ભાવે જડ પરિણમેર દોહરા છંદમાં રચાયેલું બાવીસ પંક્તિનું જડ ભાવે જડ પરિણમે' એ પંક્તિથી પ્રારંભ થતું આ કાવ્ય જૈન તત્ત્વજ્ઞાનનું બોધક છે અને તેમાં શ્રીમદે જડ અને ચેતન વચ્ચેનો ભેદ પ્રકાશ્યો છે. આ કાવ્યમાં શ્રીમદે દ્રવ્યાનુયોગના નિચોડરૂપ અનુભવસિદ્ધ નિર્ધાર ઉદ્યોષ્યો છે.
જડ અને ચેતન એ બને દ્રવ્યનો ભિન્ન સ્વભાવ જ્યાં પ્રગટપણે સ્વીકારવામાં આવ્યો છે એવા જિન દર્શનનો સિદ્ધાંત બતાવતાં આ કાવ્યમાં શ્રીમદ્ જણાવે છે કે જડ જડભાવે પરિણમે છે અને ચેતન ચેતનભાવે પરિણમે છે. કોઈ પોતાનો સ્વભાવ છોડીને પલટતું નથી. જડ છે તે ત્રણે કાળ જડરૂપે જ રહે છે અને ચેતન ત્રણે કાળમાં ચેતનરૂપે જ રહે છે એ વાત પ્રગટ અનુભવરૂપ છે, તેથી તેમાં સંશય કરવા યોગ્ય નથી. પ્રશ્ન થાય કે જો ત્રણે કાળમાં જડ જડ હોય અને ચેતન ચેતન હોય તો બંધ-મોક્ષ કઈ રીતે ઘટે? તેનું સમાધાન એ છે કે જ્યાં સુધી આત્મ-અભાન છે, ત્યાં સુધી સંયોગે કરીને બંધ-મોક્ષ છે, પણ ત્રણે કાળમાં સ્વભાવનો ત્યાગ હોતો નથી એમ શ્રી જિન ભગવાન કહે છે. જીવ બંધપ્રસંગમાં વર્તે છે તેનું કારણ નિજસ્વરૂપનું અજ્ઞાન છે, પણ તેથી આત્માને જડતા પ્રાપ્ત થતી નથી એ સિદ્ધાંત ન્યાયયુક્ત છે. આશ્ચર્યની વાત છે કે અરૂપી એવો જીવ, રૂપી એવા જડ પરમાણુને ગ્રહણ કરી તેની સાથે સંયોગ સંબંધ બંધાય છે. આમ છતાં જીવ આ બંધનને જાણતો નથી. આ જિન ભગવાનનો ગહન સિદ્ધાંત છે. અજ્ઞાનના કારણે જીવ પોતાને દેહરૂપે માને છે, પરંતુ આત્મદ્રષ્ટિ થતાં દેહનું મમત્વ ટળે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૩૪ (પત્રાંક-પ૩૪). ૨- એજન, પૃ. ૨૯૭ (આંક-૨૬૬)
પ્રગટ થાય છે . તે બધા સંયોગે કરી એ
નથી
અજ્ઞાન છે૧ બંધપ્રસંગમાં હતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org