________________
૨૦૦
“આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ
ફરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ! હવે મારી કોઈ ગતિ (માગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લુંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.' એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.”
યમનિયમ સંજમ આપ કિયો વિ.સં. ૧૯૪૭ના ભાદરવા સુદ ૮ના દિવસે ત્રાટક છંદમાં લખાયેલ આઠ કડીના આ કાવ્યમાં શ્રીમદે, અનંત વાર સાધનો સેવવા છતાં તે સર્વ સાધનો નિષ્ફળ કેમ ગયાં એ સમજાવી, સફળ કેવી રીતે થવાય તેનું અપૂર્વ માર્ગદર્શન આપ્યું છે. સદગુરુનો મહિમા દર્શાવતું અને હિંદી ભાષામાં લખાયેલું આ પરમ આશયગંભીર કાવ્ય મુમુક્ષુ જીવે ઊંડા ઊતરીને વિચારવા યોગ્ય છે.
- શ્રીમદ્ આ કાવ્યમાં જણાવે છે કે જીવે સદ્ગુરુની આજ્ઞા વિના સ્વચ્છેદે અનેક યમ-નિયમ-સંયમ કર્યા, અથાગ ત્યાગવૈરાગ્ય લહ્યા, વનવાસ લીધો, મૌન ધારણ કર્યું, દઢ પદ્માસન ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૩૩-૪૩૪ (પત્રાંક-પ૩૪) ૨- એજન, પૃ.૨૯૬ (આંક-૨૬૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org