________________
૧૯૯
કરે છે, પ્રભુનો વિયોગ સ્કુરતો નથી, વચન અને નયનનો સંયમ નથી, ભક્તિભાવથી રહિત આરંભ-પરિગ્રહમાં આસક્ત જીવોના સંગમાં તથા ગૃહાદિમાં ઉદાસીનતા નથી, અહંભાવથી રહિતપણું નથી, સ્વધર્મનો સંચય નથી, અન્ય ધર્મની નિર્મળપણે નિવૃત્તિ નથી, અનંત પ્રકારે સાધનરહિતતા છે, તેનામાં એક પણ સગુણ નથી, તે પાપી અને અનાથ છે, અનંત કાળથી સ્વરૂપના ભાન વિના સંસારમાં આથડ્યો છે, ગુરુને સેવ્યા નથી, અભિમાન મૂક્યું નથી, સંતચરણના આશ્રય વિના અનેક સાધન કર્યા છે પણ તેથી પાર પામ્યો નથી અને વિવેકનો અંશ પણ પ્રગટ્યો નથી, સહુ સાધન બંધન કરનારાં નીવડ્યાં અને અન્ય કોઈ ઉપાય રહ્યો નથી, સત્સાધન સમજ્યો નથી, પ્રભુ પ્રભુ લય લાગી નથી, સદ્ગુરુના ચરણમાં પડ્યો નથી, નિજ દોષ જોયા નથી, “સકળ જગતમાં હું અધમાધમ છું' એવો નિશ્ચય આવ્યો નથી. આમ, દોષોનું વર્ણન કર્યા પછી પ્રભુના ચરણકમળમાં ફરી ફરી નમસ્કાર કરીને વારંવાર માંગણી કરી છે કે સદ્દગુરુ, સંત એ આપનું જ સ્વરૂપ છે એવી દૃઢ શ્રદ્ધા થાય તેવી કૃપા કરો.
અત્યંત મનનયોગ્ય, હૃદયસ્પર્શી અને અપૂર્વ ભાવ પ્રેરનાર આ દોહરા, બોલનારને પોતાના દોષ પ્રત્યક્ષ થાય અને થયેલા દોષ માટે પશ્ચાત્તાપ થાય તેવા અસરકારક છે. હજારો મુમુક્ષુઓ તેને કંઠસ્થ કરી, નિયમિતપણે તેનો પાઠ કરે છે. જાતિ-ધર્મ-સંપ્રદાય આદિના ભેદ વિના સર્વ મુમુક્ષુઓને, આબાલવૃદ્ધ સર્વ કોઈને સર્વ કાળે સ્વાધ્યાય કરવા યોગ્ય એવી શ્રીમી આ સુપ્રસિદ્ધ કૃતિનો અક્ષરે અક્ષર હૃદયસોંસરો ઊતરી જાય એવો વેધક છે. તેમાં શ્રીમદે એવો ભક્તિસિંધુ ઉલ્લાસાવ્યો. છે કે તેનું ઊંડું અવગાહન કરતાં આત્માને અપૂર્વ જાગૃતિ પ્રગટે છે. આ વીસ દોહરા વિષે શ્રીમદ્ શ્રી લલ્લુજી મુનિને વિ.સં. ૧૯૫૧ના કારતક સુદ ૩ના પત્રમાં લખે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org