________________
૨૧૨
શ્રીમદે રચ્યું હોત તો પણ તેમને કવિ કહેવા માટે તે પૂરતું હોત. આ કાવ્યની સુંદર ગોઠવણી તથા રચના વિષે મુનિશ્રી સંતબાલજી તેમના ‘સિદ્ધિનાં સોપાન' નામના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે –
આગ્રાનો તાજમહેલ જેમ શિલ્પદુનિયાનો અદ્દભુતકળાનમૂનો છે; તેમ આ ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવો આધ્યાત્મિક જગતના આલેશાન મંદિરનો કળાનમુનો છે, એમ મને લાગ્યું છે. ગીતાની આસપાસ જેમ આખું આધ્યાત્મિક જગત છે, તેમ આની આસપાસ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલો કેવળ મલીદો છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા જોઈએ પણ જેને પચે એનો બેડો પાર.૧
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન
જડ ને ચૈતન્ય બને દ્રવ્યનો સ્વભાવ ભિન' પંક્તિથી શરૂ થતું, સોરઠાની સોળ પંક્તિમાં રચાયેલું આ કાવ્ય શ્રીમદે વિ.સં. ૧૯૫૬ના કારતક વદ ૧૧ના દિવસે મુંબઈમાં લખ્યું હતું. આ કાવ્યમાં શ્રીમદે જડ અને ચેતન એ બે દ્રવ્ય વચ્ચેના ભેદનું નિરૂપણ કર્યું છે. તેમણે આઠ આઠ પંક્તિઓની બે કડી રચી છે.
પ્રથમ કડીમાં તેઓ જણાવે છે કે જડ અને ચૈતન્ય એ બને દ્રવ્યનો સ્વભાવ સાવ જુદો છે એમ સમ્યક્ પ્રતીતિપૂર્વક જેને સમજાય છે, તેને પોતાનું નિજસ્વરૂપ ચેતન છે અને જડ તો સંયોગસંબંધરૂપ છે અથવા તે પરદ્રવ્ય શેય છે એવો અનુભવનો પ્રકાશ પ્રગટે છે અને જડ પદાર્થથી ઉદાસીન થઈ તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની માયા ટાળી, આત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સમાયા એવા નિગ્રંથ મહાત્માઓનો પંથ તે સંસારપરિભ્રમણના અંતનો ઉપાય છે. ૧- મુનિ શ્રી સંતબાલજી, ‘સિદ્ધિના સોપાન', પ્રસ્તાવના, પૃ.૬ ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (આંક-૯૦૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org