________________
૧૯૩ વિવેચન થયાં હતાં. તેમના દેહવિલય પછી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રસિદ્ધિ થતાં તેના ઉપર વિસ્તૃત તેમજ સંક્ષિપ્ત વિવેચનો થયાં છે. તેમાંના મુખ્ય વિવેચકો છે - બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, શ્રી કાનજીસ્વામી, શ્રી ભોગીલાલ શેઠ, ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ડૉ. ભગવાનદાસ મહેતા વગેરે.
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મહત્તા, ઉપયોગિતા અને લોકપ્રિયતાથી પ્રેરાઈને અનેક વ્યક્તિઓએ તેનું ભાષાંતર કર્યું છે. તેનું સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી અને કનડ ભાષામાં ભાષાંતર થયું છે. ગુજરાતી ભાષા ન જાણનારો વર્ગ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ગ્રંથના અભ્યાસથી વંચિત ન રહી જાય અને પોતાની ભાષામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અભ્યાસ કરી શકે તે અર્થે આ અનુવાદો અત્યંત ઉપયોગી છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સુદઢ ન્યાય, ઊંડું તત્ત્વ રહસ્ય અને વિરલ અર્થગાંભીર્ય સરળ ભાષામાં સંમિલિત થયાં છે અને પરિણામે તેની એકેક ગાથા એવા વિસ્મયકારક સામર્થ્યથી પરિપૂર્ણ બની છે કે સુવિચારવાન જીવને આત્મજ્ઞાન પ્રગટાવામાં તે પરમ નિમિત્ત બની શકે છે.
આમ, શ્રીમદ્ભા ગ્રંથોમાં તેમનો દઢ ધર્મરંગ, ઉચ્ચ વૈરાગ્ય, અદ્ભૂત જ્ઞાનવૈભવ, અનન્ય વીતરાગધ્રુતભક્તિ તથા સર્વ જીવો પ્રત્યેની નિષ્કારણ કરુણાનું દર્શન થાય છે. શ્રીમન્ની અધ્યાત્મ-ઉદ્ઘોષણા વર્તમાન કાળના જીવોની આત્મોપયોગધારાને ભૌતિક વિલાસમાં નિમગ્ન થતી અટકાવે છે, દીર્ઘકાળની ગાઢ અજ્ઞાનનિદ્રાને નિવારે છે અને જીવનમાં અપૂર્વ આત્મજાગૃતિ લાવી પરમાર્થ પ્રભાત પ્રગટાવે છે. આ દુષમકાળમાં સત્જિજ્ઞાસુઓને પરમાર્થપ્રાપ્તિમાં શ્રીમના આધ્યાત્મિક ગ્રંથો સન્માર્ગદર્શક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org