________________
૧૮૭ તેમજ આચરણા દર્શાવી; તે પછી શુષ્કજ્ઞાની મતાર્થીની ભૂલ બતાવી છે. નિશ્ચયનયને માત્ર વાચામાં રહણ કરનાર તથા જ્ઞાનદશા અને સાધનદશા બન્નેથી ભ્રષ્ટ થયેલ શુષ્કજ્ઞાની જીવ પરમાર્થને સાધી શકે નહીં તે દર્શાવી, આ બન્ને પ્રકારના મતાર્થી જીવોનાં સમુચ્ચય લક્ષણો વર્ણવી, મતાર્થીપણું ત્યજવાનો અને આત્માર્થીપણું ભજવાનો ઉપદેશ કરી, તેમણે આત્માર્થીનાં લક્ષણોનું માર્મિક કથન કર્યું છે.
શ્રીમદે આ અનુભવમૂલક આલેખનમાં જણાવ્યું છે કે આત્માર્થી જીવ સદ્દગુરુનું સ્વરૂપ ઓળખી, પ્રત્યક્ષ સદ્ગુરુને પરમોપકારી જાણી, તેમની આજ્ઞામાં સ્વચ્છેદનિરોધપણે અને ત્રણે યોગના એકત્વથી પ્રવર્તે છે. તે શુદ્ધ પરમાર્થમાર્ગને અને તે અર્થે પરમાર્થપ્રેરક વ્યવહારને આરાધવાના દઢ નિશ્ચયવાળો હોય છે. કષાયની ઉપશાંતતા આદિ ગુણોથી યુક્ત તે આત્માર્થી જીવ સદ્ગુરુનો બોધ પામી, સુવિચારણાથી આત્મજ્ઞાન પ્રગટાવી નિર્વાણને વરે છે. સુવિચારણા ઊપજે અને મોક્ષમાર્ગ સમજાય તે અર્થે ગુરુશિષ્યસંવાદથી આ શાસ્ત્રના હૃદયરૂપ પપદ પ્રકાશવાનો તેમણે ૪૨મી ગાથામાં નિર્દેશ કર્યો છે.
ગાથા ૪૩ થી ૧૧૮માં આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ માટે શ્રીમદે આત્માનાં છ પદનું અનુભવપૂર્ણ વાણીમાં વર્ણન કર્યું છે. ગાથા ૪૩-૪૪માં શ્રીમદે છ પદનો નામનિર્દેશ કરી, તે છ પદ જ છ દર્શન છે એમ જણાવ્યું છે. ગાથા ૪૫ થી ૧૧૬ સુધી છ પદમાંના પ્રત્યેક પદ અંગેની પોતાની શંકાઓ યોગ્યતાવાન શિષ્ય શ્રીગુરુસન્મુખ વિનયપૂર્વક પ્રદર્શિત કરે છે અને શ્રીગુરુ પોતાની દિવ્ય મધુર વાણીથી તે સર્વનું ધીરજપૂર્વક સમાધાન કરી, તત્ત્વરહસ્ય પ્રગટ કરી, શિષ્યના હૃદયની ગ્રંથિઓ ઉકેલી તેને નિઃશંક કરે છે.
આત્મા છે' એ પ્રથમ પદ અંગે શંકા કરતો શિષ્ય શ્રીગુરુને પ્રશ્નો પૂછે છે અને શ્રીગુરુ અનેક તર્કપૂર્ણ દલીલોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org