________________
૧૮૧
આધારે કથાઓ લીધેલી જણાય છે, તેમ છતાં તે વાંચતાં તે એક મૌલિક રચના હોય તેવી છાપ પડે છે, જે શાસ્ત્રીય પ્રસંગને આત્મસાત્ કરવાની તેમની શક્તિનો પરિચય આપે છે તથા વાર્તાનું ઔચિત્ય જાળવવાની તેમની શક્તિનો પણ ખ્યાલ આપે છે.
‘ભાવનાબોધ’ની પદ્યરચનાઓ ઉપરથી તેમની કવિત્વશક્તિનો ખ્યાલ આવે છે. આ પદ્યરચનાઓમાં ભાષાની સરળતા, સ્પષ્ટતા, સચોટતા, સ્વાભાવિકતા અને પ્રવાહિતા જોવા મળે છે. અર્થગાંભીર્ય અને તત્ત્વચિંતન તેનું આગવું આકર્ષણ છે.
‘ભાવનાબોધ’ના પાને પાને જે વૈરાગ્યરસ ઝરતો દેખાય છે, તે ઉપરથી શ્રીમદ્ની ઉચ્ચ વૈરાગ્યમય દશાની ઝાંખી થાય છે. વાચક ઉપર પણ શ્રીમના વૈરાગ્યમય વિચારોની છાપ પડે છે. આ ગ્રંથના યથાર્થ વાંચન-મનનથી આત્માને ઉજ્વળ કરનાર વૈરાગ્યાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. કથાઓ દ્વારા ભાવનાઓનું વર્ણન કરેલું હોવાથી, સુપાત્રતા પામવાના અને કષાયાદિ દૂર કરવાના સાધન તરીકે આ નાનકડો ચિત્તાકર્ષક ગ્રંથ સરળ સાધન છે. ‘ભાવનાબોધ'માં કથારસ તથા કાવ્યરસની સાથે જ્ઞાન પણ મળતું હોવાથી તે ખૂબ ઉપયોગી, લાભકારી ગ્રંથ બન્યો છે. દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી વિ.સં. ૧૯૬૬ની કાર્તિક પૂર્ણિમાએ મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર જયંતી પ્રસંગે પ્રમુખપદેથી ‘મોક્ષમાળા' અને ‘ભાવનાબોધ' વિષે જણાવે છે
-
‘આ બંન્ને ગ્રંથ(મોક્ષમાળા અને ભાવનાબોધ)ની શૈલી તથા તેમાં વર્ણવેલાં સૂત્રો તથા સત્ય દર્શાવવાની ધાટી બહુ જ સ્તુત્ય છે. ભાષા, વિષય પ્રૌઢ તથા ગહન હોવા છતાં, બહુ જ સરળ અને સચોટ છે. તેમજ પોતાના સિદ્ધાંત સમજાવવાની શૈલી પણ બહુ જ અનુકરણીય છે.”
૧- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org